
હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, સુંદર કોતરણી જોવા મળે છે સુંદર આર્કિટેક્ચર વાળા કોઈ મંદિરનો વિડિયો હોવાનું જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અયોધ્યામાં નિર્માણ થઈ રહેલ રામ મંદિરનો આ વિડિયો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અયોધ્યામાં નિર્માણ થઈ રહેલ રામ મંદિરનો નથી. આ વિડિયો ગુજરાતમાં આવેલા તરંગ વિહાર ધામ જૈન મંદિરનો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
K.S. Bheda નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અયોધ્યામાં નિર્માણ થઈ રહેલ રામ મંદિરનો આ વિડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. ‘ચુલી જૈન મંદિર’ નામથી આ વિડિયો યુટ્યુબ પર ઉપલબ્ધ છે. સાથેની માહિતી અનુસાર, ગુજરાતમાં ધાંગધ્રા-હળવદ હાઇવે પર ચુલી ગામમાં આ મંદિર આવેલું છે. આ જૈન મંદિરનું નામ ‘તરંગ વિહાર ધામ’ છે.
ત્યારબાદ અમે વધુ શોધ કરવા પર, મંદિર ગૂગલ નકશા પર મળી આવ્યું. આ મંદિરના ઘણા ફોટા ગૂગલ મેપ્સ પર ઉપલબ્ધ છે. તમે તેને નીચે જોઈ શકો છો.
યુટ્યુબ પર ગુજરાતમાં જૈન મંદિરોના ઘણા વિડિયો ઉપલબ્ધ છે. તમે નીચે તેમાંથી એક જોઈ શકો છો.
તો અયોધ્યા રામ મંદિરનું કામ ક્યાં સુધી આવ્યું છે?
રામ મંદિરના નિર્માણની તસવીરો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા શેર કરવામાં આવી છે. તમે તેને નીચે જોઈ શકો છો. કેમ રામ મંદિર હજી ખૂબ જ શરૂઆતના સ્વરૂપમાં છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અયોધ્યામાં નિર્માણ થઈ રહેલ રામ મંદિરનો નથી. આ વિડિયો ગુજરાતમાં આવેલા તરંગ વિહાર ધામ જૈન મંદિરનો છે.
