
શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ – Leuva Patel નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 829 થી વધુ લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. 20થી વધુ લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 109 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. ફોટોમાં દેખાતી યુવતીને તેના મા-બાપે તરછોડી હતી અને પોતાની જાત મહેનતે ભણી હતી અને હવે હરિયાણા રોડ-વેમાં બસ ચલાવે છે.
ARCHIVE | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટોને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધવાનો પ્રયત્ન કરતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનો આર્ટીકલ પ્રાપ્ત થયો ન હતો. તેથી અમે અમારી પડતાલ તપાસને આગળ વધારી હતી અને યાન્ડેક્સ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધવનો પ્રયત્ન કરતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ઈન્ડિયા ન્યુઝ દ્વારા તારીખ 22 માર્ચ 2015ના પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ફોટોમાં દેખાતી મહિલાનું નામ વી.સરીતા છે. અને DTC ની તે પ્રથમ મહિલા ડ્રાઈવર છે અને હાલ તે ટ્રેનિંગ હેઠળ ઉતર દિલ્હીમાં છે. તેમજ વી.સરિતાએ જણાવ્યુ હતુ કે, “મારા પિતા એ હકિકતથી ખુશ છે કે દેશની રાજધાનીમાં DTCની પહેલી મહિલા ડ્રાઈવર હું બની છું. પરંતુ મારી માતા ખૂબ જ ભયભીત છે.” જે સંપૂર્ણ સમાચાર તમે નીચે વાંચી શકો છો.

જો કે, અમારી પડતાલને આગળ વધારતા જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા વર્ષ 2015ના આ ન્યુઝ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે અમને પ્રાપ્ત થયા હતા. તે તમે નીચેની લિંક પર ક્લિંક કરી જોઈ શકો છો.
ઉપરોક્ત અમારી પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો ફોટો સીમા નામની યુવતીનો નહિં પરંતુ વી.સરિતા નામની યુવતીનો છે. જે હરિયાણા રોડ-વેમાં નહિં પરંતુ DTCમાં પ્રથમ મહિલા ડ્રાઈવર તરીકે જોડાયા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો ફોટો સીમા નામની યુવતીનો નહિં પરંતુ વી.સરિતા નામની યુવતીનો છે. જે હરિયાણા રોડ-વેમાં નહિં પરંતુ DTCમાં પ્રથમ મહિલા ડ્રાઈવર તરીકે જોડાયા હતા.

Title:શું ખરેખર આ મહિલા ડ્રાઈવરને તેના માતા-પિતાએ તરછોડી હતી અને તે હરિયાણા રોડ-વેની ડ્રાઈવર છે.?
Fact Check By: Frany KariaResult: False
