Raju Himani નામના ફેસબુક યુઝર દ્વારા mangrol નામના ફેસબુક પેજ પર 3 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Last night, marine lines. Mumbai” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 17 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ દ્રશ્યો ગઈકાલ રાત એટલે કે 2 નવેમ્બર 2019ના મુંબઈની મરિન ડ્રાઈવના છે.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં શેર કરવામાં આવેલા શીર્ષકને સર્ચ કરતા અમને ફેસબુક પર Sonia Amlani નામના ફેસબુક યુઝર દ્વારા 4 ઓક્ટોબર 2019ના શેર કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમા ત્રણ વિડિયો શેર કરવામાં આવ્યા હતા.

FACEBOOK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. પરંતુ તેમા ક્યાય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની હકિકત પ્રાપ્ત થઈ ન હતી.

અમારી પડતાલને આગળ વધારતા અમે Sonia Amlani ની પોસ્ટમાં જે વિડિયો શેર કરવામાં આવેલા છે. તેને ધ્યાનથી જોતા અમને બીજા નંબરના વિડિયોમાં રોડની સાઈડમાં રોડનું નામ લખેલુ જોવા મળ્યુ હતુ. એ રોડનું નામ લખેલુ હતુ “al bahri road”. જે તમે નીચે જોઈ શકો છો.

મુંબઈના મરીન ડ્રાઈવ પર આ પ્રકારે કોઈ રોડ આવેલો ન હોવાનું અમને જાણવા મળ્યુ હતુ. તેથી અમે ગૂગલ પર al bahri road લખતા અમને જાણવા મળ્યુ હતુ કે આ રોડ મસ્કત, ઓમાનમાં આવેલો છે. જે તમે નીચે જોઈ શકો છો.

ત્યારબાદ અમે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, ગયા અઠવાડિયે ક્યાર ચક્રવાત ઓમાનના પુર્વ વિસ્તાર સુધી પહોચ્યુ હતુ અને તેની અસરના કારણે મસ્કતના દરિયાનું પાણી બહાર આવતુ હતુ તેના આ વિડિયો છે. જે સમાચારને ખલિજ ટાઈમ્સ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

KHALEEJ TIMES | ARCHIVE

ALI SHAN નામના ટ્વિટર યુઝર દ્વારા આ જ સ્થળના વિડિયોને જૂદા એંગલથી મુકવામાં આવ્યો હતો અને જેના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “Indirect effect cyclone kyarr in Muscat, Oman” એટલે કે, “ક્યાર વાવાઝોડાની ઓમાનના મસક્તમાં અસર” આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુંબઈના મરિન ડ્રાઈવનો નહિં પરંતુ ઓમાનના મસ્કતનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુંબઈના મરિન ડ્રાઈવનો નહિં પરંતુ ઓમાનના મસ્કતનો છે.

Avatar

Title:શું ખરેખર આ દ્રશ્યો મુંબઈના મરિન ડ્રાઈવના છે..? જાણો શું છે સત્ય..

Fact Check By: Yogesh Karia

Result: False