શું યોગી આદિત્યનાથે કેશવ પ્રસાદ મૌર્યને ઠપકો આપ્યો હતો અને તેમની જગ્યાએ પાછા બેસવાનું કહ્યું હતુ…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વિડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 13 સેકન્ડના આ વિડિયોમાં તમે યોગી આદિત્યનાથને સભામાં સ્ટેજ પર બેઠેલા જોઈ શકો છો. તે જ સમયે એક વ્યક્તિ સ્ટેજ પર આવે છે અને તેમના કાનમાં કંઈક કહેવાનો પ્રયાસ કરે છે. ત્યારે યોગી આદિત્યનાથે તેમને ઠપકો આપ્યો અને બેસવાનું કહ્યું. આ વિડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે “યોગીએ જે વ્યક્તિને ઠપકો આપ્યો છે તે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયોમાં જે વ્યક્તિને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઠપકો આપી રહ્યા છે તે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યા નહીં પરંતુ બીજેપી નેતા ડૉ.વિભ્રત ચંદ કૌશિક છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bsp Surat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 09 December 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યોગીએ જે વ્યક્તિને ઠપકો આપ્યો છે તે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે યુટ્યુબ પર કીવર્ડ સાથે સર્ચ કર્યું. દરમિયાન અમને આ વર્ષે 2જી ડિસેમ્બરે ખબર અપડેટ નામની વેરિફાઈડ યુટ્યુબ ચેનલ પર આ જ વિડિયો પ્રાપ્ત થયો હતો.

સાથેની માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, “તાજેતરમાં જ ગોરખપુરમાં એક જાહેર સભા દરમિયાન વિભ્રત ચંદ કૌશિક મુખ્યમંત્રી આદિત્યનાથના કાનમાં કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ત્યારે જ તેમણે ગુસ્સામાં કહ્યું,” “અત્યારે નહિં જાઓ, બેસો.” 

આ વર્ષે 2જી ડિસેમ્બરે ટીવી9 હિન્દીએ એક સમાચાર લેખ પ્રકાશિત કર્યો છે જેમાં તેઓ આ ઘટના વિશે અહેવાલ આપે છે. આ લેખમાં એવું પણ લખવામાં આવ્યું છે કે “યોગી આદિત્યનાથે મંચ પર ભાજપના નેતા વિભ્રત ચંદ કૌશિકને ઠપકો આપ્યો છે અને આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે. લેખ મુજબ યોગી આદિત્યનાથ એક સ્પોર્ટસ ઈવેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે બાંસગાંવ વિધાનસભા પહોંચ્યા હતા અને આ વિડિયો તે જ ઈવેન્ટનો છે.” 

TV9 Hindi | Archive

વિડિયોમાં ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યા હોવાનું ઉપરોક્ત પુરાવામાં ક્યાંય લખ્યું નથી.

ત્યારપછી ફેક્ટ ક્રેસેન્ડોએ ભાજપના નેતા ડૉ. વિભ્રત ચંદ કૌશિકનો સંપર્ક કર્યો. તેણે અમને જણાવ્યું કે, “વિડિયોમાં દેખાતા વ્યક્તિ નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય નથી પરંતુ હું છું. વાસ્તવમાં, હું ત્યાં સ્ટેડિયમ બનાવવાની તેમની માંગ અંગે મુખ્યમંત્રી સાથે વાત કરવા ગયો હતો. તેથી તેમણે મને કહ્યું કે અત્યારે નહીં પછી કહીશ અને તેમણે મને બેસવાનું કહ્યું અને તેથી હું મારી જગ્યાએ પાછો ગયો અને બેસી ગયો.

ડો. વિભ્રત ચંદ કૌશિકે અમને એ પણ જણાવ્યું કે નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ કાર્યક્રમમાં હાજર ન હતા.

તમને જણાવી દઈએ કે ડો. વિભરત ચંદ કૌશિક ઉત્તર પ્રદેશના યુવા કલ્યાણ પરિષદના ઉપાધ્યક્ષ છે.

પછી અમે યુટ્યુબ પર કીવર્ડ સાથે સર્ચ કર્યું અને આ ઈવેન્ટનો ઓરિજનલ વિડિયો શોધવાનો પ્રયાસ કર્યો. અમને ઉત્તર પ્રદેશ સરકારની અધિકૃત યુટ્યુબ ચેનલ પર પ્રસારિત થતી આ ઘટનાનો એક વિડિયો મળ્યો. આ વિડિયો આ વર્ષે 28 નવેમ્બરે પ્રસારિત થયો હતો. તેમની સાથે આપવામાં આવેલી માહિતીમાં લખવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં ‘MP સ્પોર્ટસ કોમ્પિટિશન મહાકુંભ’ના સમાપન સમારોહમાં હાજરી આપી હતી.

આ વિડિયોમાં તમે વાયરલ વીડિયોમાં બતાવવામાં આવેલ ઘટનાને બીજા એંગલથી જોઈ શકો છો. 10.04 થી 10.15 મિનિટના આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે સ્ટેજ પર બેઠેલા ડો. વિભ્રત ચંદ કૌશિક મુખ્યમંત્રીને કંઈક કહેવા જાય છે અને ત્યારબાદ મુખ્યમંત્રી તેમને બેસવાનું કહે છે અને તેઓ પાછા પોતાની જગ્યાએ બેસી જાય છે.

આ પછી ફેક્ટ ક્રેસેન્ડોએ નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના પીઆરઓ પંકજ વિદ્યાર્થીનો પણ સંપર્ક કર્યો. આ વિડિયો જોઈને તેણે કહ્યું, “આ વિડિયોમાં જે વ્યક્તિ દેખાય છે તે કેશવ પ્રસાદ મૌર્ય નથી. આ સમાચાર ખોટા છે.”

તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુરના બાંસગાંવમાં આયોજિત રમતોત્સવના સમાપન દિવસે ખેલાડીઓને અભિનંદન આપવા ગયા હતા. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી બે દિવસીય પ્રવાસ પર ગોરખપુર ગયા હતા. આ વર્ષે 28 નવેમ્બરે રમતોત્સવના સમાપન દિવસે તે ત્યાં હાજર હતા.

આ વિશે વધુ માહિતી માટે, તમે આ વર્ષે 28 નવેમ્બરના રોજ અમર ઉજાલા દ્વારા પ્રકાશિત થયેલ લેખ વાંચી શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયોમાં જે વ્યક્તિને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઠપકો આપી રહ્યા છે તે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યા નહીં પરંતુ બીજેપી નેતા ડૉ.વિભ્રત ચંદ કૌશિક છે.

Avatar

Title:શું યોગી આદિત્યનાથે કેશવ પ્રસાદ મૌર્યને ઠપકો આપ્યો હતો અને તેમની જગ્યાએ પાછા બેસવાનું કહ્યું હતુ…?

Fact Check By: Yogesh Karia 

Result: False