તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખીણવાળા એક પહાડી વિસ્તારમાં ગાડીનો યુ-ટર્ન લઈ રહેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ખીણવાળા પહાડી વિસ્તારમાં એક ડ્રાઈવરે કઈ રીતે સાહસ કરીને યુ-ટર્ન લીધો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વીડિયોને બીજા એંગલથી જોઈએ તો વીડિયોમાં નીચેની બાજુએ એક બીજો રસ્તો જોઈ શકાય છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ગુજરાતી અખબાર - Gujarati Akhbar નામના ફેસબુક પેજ દ્વારા 24 જાન્યુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ડ્રાઈવરે પહાડ પર એવો યુ ટર્ન લીધો કે વિડીઓ જોઈ તમારા સ્વાસ અધ્ધર ચડી જશે.... આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ખીણવાળા પહાડી વિસ્તારમાં એક ડ્રાઈવરે કઈ રીતે સાહસ કરીને યુ-ટર્ન લીધો તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો DrivingSkill નામની એક યુટ્યુબ ચેનલ દ્વારા 25 ડિસેમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

આજ યુટ્યુબ પર અમે વધુ તપાસ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો એક અલગ એંગલથી શૂટ કરવામાં આવ્યો હોવાનું જોવા મળ્યું હતું. જેમાં તમને ક્યાંય પણ ગાડીની બાજુમાં પોસ્ટમાં જે રીતે ઊંડી ખીણ જેવું દેખાઈ રહ્યું છે એવું કંઈ જ નથી પરંતુ બાજુમાં તમે એક બીજો રસ્તો પણ જોઈ શકો છો. જેના પર વાહનોની અવર-જવર પણ ચાલુ છે.

Archive

અન્ય એક યુટ્યુબ યુઝર દ્વારા પણ અમને આ વીડિયો 25 જાન્યુઆરી, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જે તમે અહીં જોઈ શકો છો. atimi ps.

અન્ય વેબસાઈટ પર પણ અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો બીજો એંગલ જોવા મળ્યો હતો. જે તમે અહીં જોઈ શકો છો. autoblog.nl | vkmag.com

નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો અને બીજા એંગલથી લેવામાં આવેલા વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વીડિયોને બીજા એંગલથી જોઈએ તો વીડિયોમાં નીચેની બાજુએ એક બીજો રસ્તો જોઈ શકાય છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:પહાડી વિસ્તારમાં યુ-ટર્ન લઈ રહેલા કારચાલકનો વીડિયો વાયરલ...

Fact Check By: Vikas Vyas

Result: Misleading