આ વીડિયો ઓગસ્ટ 2017થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. પ્રથમ નજરમાં, વિડિયો લક્ષદ્વીપનો હોવાનું જણાય છે, પરંતુ ચોક્કસ સ્થાન નક્કી કરી શકાતું નથી. જો કે, એક સ્પષ્ટ છે કે વીડિયો ઓછામાં ઓછો 4 વર્ષ જૂનો છે અને બેટ-દ્વારકાનો નથી.

આ સીઝનું પહેલુ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે અથડાવવાની શક્યતાઓ છે ત્યારે સમગ્ર ગુજરાત વાસીઓ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ હાલમાં બિપોરજોય વાવાઝોડાની અસર પણ વર્તાય રહી છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિશાળકાય મોજા પુલ પર ફરી વળતા હોવાનું જોવા મળી રહ્યુ છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બેટ દ્વારકાના દરિયામાં બિપોરજોય વાવાઝોડાના કારણે આવેલા મોઝાનો વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Country Voice નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બેટ દ્વારકાના દરિયામાં બિપોરજોય વાવાઝોડાના કારણે આવેલા મોઝાનો વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યું છે કે આ વિડિયો ડિસેમ્બર 2017 માં વર્લી સી-લિંક નામથી વાયરલ થયો હતો. ચક્રવાત ઓખીને આવી તરંગો હોવાનું કહેવાતું હતું. આ વિડિયો રામેશ્વરમ, વિશાખાપટ્ટનમ અને શ્રીલંકામાં પણ શેર કરવામાં આવ્યો છે. જો કે, આ તમામ વિડિયો 3 ડિસેમ્બર, 2017 પછીના જ છે.

વધુ તપાસ કર્યા પછી, એવું જાણવા મળ્યું હતું કે વિડિયો 24 ઓગસ્ટ, 2017ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ.

મળતી માહિતી મુજબ આ વિડિયો લક્ષદ્વીપ આઇલેન્ડનો છે. 23 ઓગસ્ટ, 2017 ના રોજ, આવા વિશાળ મોજા મિનિકોયના પૂર્વમાં સમુદ્ર-પુલ પર અથડાયા હતા. જો કે, કોઈ જાનહાની થઈ ન હતી.

લક્ષદ્વીપ આઇલેન્ડ પર આવો કોઈ પુલ છે કે કેમ તે શોધખોળ કરતી વખતે, અમે શ્રીશૈલા કન્સ્ટ્રક્શન કંપનીની વેબસાઇટ પર નીચેનો ફોટો મળ્યો. તદનુસાર, કંપનીએ લક્ષદ્વીપના પૂર્વ મિનિકોય આઇલેન્ડ પર આ સમુદ્ર-પૂરનું નિર્માણ કર્યું છે.

શ્રીશૈલા કંસ્ટ્રક્શન

ઉપરના ફોટામાં પુલની દિવાલો અને રચના વિડિઓમાં પુલ જેવી જ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો ઓગસ્ટ 2017થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. પ્રથમ નજરમાં, વિડિયો લક્ષદ્વીપનો હોવાનું જણાય છે, પરંતુ ચોક્કસ સ્થાન નક્કી કરી શકાતું નથી. જો કે, એક સ્પષ્ટ છે કે વીડિયો ઓછામાં ઓછો 4 વર્ષ જૂનો છે અને બેટ-દ્વારકાનો નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર બિપોરજોય વાવાઝોડા દરમિયાન બેટ-દ્વારકાના દરિયાના દ્રશ્યો છે...? જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False