શું ખરેખર હરિયાણાના વિડિયોને બિહાર ચૂંટણીમાં EVM સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવાનને સ્થાનિક લોકો દ્વારા પકડી પાડવામાં આવ્યો હોવાનું દેખાઈ રહ્યુ છે અને આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઈવીએમ મશીન સાથે છેડછાડ કરતા આ યુવાનને પકડી પાડવામાં આવ્યો હતો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાનનો બિહારનો નહિં પરંતુ હરિયાણામાં યોજાયેલી પેટા ચૂંટણી દરમિયાનનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

મુજીબ ખેડુવોરા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઈવીએમ મશીન સાથે છેડછાડ કરતા આ યુવાનને પકડી પાડવામાં આવ્યો હતો.

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને કોઈ ખાસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને વિડિયોને ધ્યાનથી જોતા તેમાં એક વ્યક્તિ બોલી રહ્યો છે કે, “ये जो रूखी गांव के अंदर, ये जो मशीन को हेंग करने की कोशिष कर रहे है.” બોલી રહ્યા હોવાનું સંભળાય છે. 

આ ક્લુના આધારે જ્યારે અમે રૂખી ગામ ક્યાં આવ્યુ તો અમને જાણવા મળ્યુ હતુ કે “રૂખી ગામ હરિયાણાના બરોડા વિધાનસભા અંતર્ગત આવેલુ એક ગામ છે. હાલમાં જ ત્યાં પેટાચૂંટણી યોજાય હતી. સ્થાનિક વિધાયક ક્રિષ્ન હુડા દત્તના મૃત્યુ બાદ આ પેટાચૂંટણીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ઈન્દુ રાજ નરવાલનો વિજય થયો હતો.” જે અંગેના સમાચાર ABP NEWS દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે વાંચી શકો છો. 

ABP NEWS | ARCHIVE

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગૂગલ પર સર્ચ કરતા અમને હરિભૂમિનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર “બરોડા પેટાચૂંટણી દરમિયાન 59 માંથી 20 ગામોને અસંવેદનશીલ ગામની શ્રેણીમાં મુકવામાં આવ્યા હતા અને ઘણા ગામોમાં ઈવીએમ હેક કરવા વાળી મશીન બતાવી અને ઘણા યુવકોને ગામ લોકોએ પકડી પાડ્યા હતા. પરંતુ તે મશીન માત્ર મતદાન સ્લિપ કાઢવાની જ મશીન હતી. આ યુવકો ગામલોકોને સમજાવવામાં પણ અસમર્થ રહ્યા હતા અને આ જ કારણે દરેક ગામમાં વિવાદ થયો હતો.

હરિભૂમિ | Archive

તેમજ વધૂ માહિતી આપતા હરિભૂમિના આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “વોટર સ્લિપ કાઠતા એક યુવકને ગામ લોકોએ પકડી અને પૂછપરછ કરતા તેણે જણાવ્યુ હતુ કે, તેને વોટર સ્લિપ કાઢવા માટેના આ મશીનના ઉપયોગની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને આ કામ કરવા માટેના તેને એક દિવસના હજાર રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. આ પ્રકારે મશીન હેક કરવાની વાત વહેતી થતા પોલીસ દ્વારા અમુક યુવકોને પકડી પાડવામાં આવ્યા હતા જો કે બાદમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા.

Haribhoomi | Archive

અમરઉજાલાના અહેવાલ અનુસાર, “ઈવીએમ મશીન હેક કરવાની અફવાહને લઈ દસથી વધુ ગામમાં યુવકો સાથે મારપીટ કરવાની ઘટના બનવા પામી હતી. તેમજ વધૂ માહિતી પણ શેર કરવામાં આવી હતી.”

AMAR UJALA | ARCHIVE

હરિયાણાના બરોડામાં તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણી દરમિયાન આ ઘટના બની હતી તે વાત નક્કી છે. જે અંગે ભાજપના નેતાઓએ સમજાવ્યું કે આ મશીનો બ્લૂતુથ પર ચાલતા પ્રિંટરો છે અને ત્યારબાદ મોબાઇલ ફોનથી મતદાર સ્લિપ કાઢવા માટે વપરાય છે. નીચે આપેલા વિડિયોમાં, આપણે ભાજપના નેતાઓને એમ કહેતા જોયા છે કે, ભાજપના નેતાઓ કોંગ્રેસના કાર્યકરો સામે આ બનાવટી પ્રચાર સામે ફરિયાદ નોંધાવશે.

તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી એચ. આર. શ્રીનિવાસનો સંપર્ક કર્યો હતો, આ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે અમે તેમને પુછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે,“પોસ્ટમાં કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો છે અને તેમાં આપવામાં આવેલી માહિતીમાં કોઈ તથ્ય નથી.

ત્યારબાદ અમે બિહાર પોલીસના ડીજીપી સંજીવ સિંઘલનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “અહીં આવી કોઈ ઘટના બની નથી. અમને આવી કોઈ ઘટના વિશે કોઈ માહિતી મળી નથી. જો અહીં આવું કંઈ થયું હોત, તો અમે તાત્કાલિક ગુનેગારોની ધરપકડ કરી લીધી હોત.

ચૂંટણીપંચ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં ઈવીએમ કૌભાંડ અંગે પત્રકારો દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે નાયબ ચૂંટણી કમિશનર સુદીપ જૈને કહ્યું: “એક સ્પષ્ટ હકીકત છે કે ઈવીએમ મશીનોમાં ચેડાં થઈ શકતા નથી. એક કરતા વધુ પ્રસંગોએ, આદરણીય સુપ્રીમ કોર્ટે ઇવીએમની વિશ્વસનીયતાને સમર્થન આપ્યું છે. ઇવીએમ મશીનને હેક કરવા માટે વર્ષ 2017ના ચૂંટણી પંચે ભારતના તમામ પક્ષોને ખુલ્લી પડકારનું આયોજન કર્યું હતું. ઇવીએમની વિશ્વસનીયતા અંગે કોઈ શંકા હોઈ શકે નહીં. હવે આ સમજાવવાની જરૂર નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો બિહાર વિધાનસભા ચૂંટણીનો નહિં પરંતુ હરિયાણાના બરોડા વિધાનસભા મત વિસ્તારનો છે. બિહારનો હોવાની વાત તદ્દન ખોટી છે. 

Avatar

Title:શું ખરેખર હરિયાણાના વિડિયોને બિહાર ચૂંટણીમાં EVM સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result:False