ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સોશિયલ મિડિયામાં પણ અફવાઓનું બજાર ખૂબજ ગરમ છે અને જૂદા-જૂદા દાવાઓ સાથે અનેક વિડિયો અને ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલ એક આઠ સેકેન્ડનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બીજેપીના ઝંડા તેમજ પોસ્ટર સાથે એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે તે જણાવી રહ્યો છે કે, હું આમ આદમી સમર્થક છુ. અને હુ મત આમ આદમી પાર્ટીને જ આપીશ અહિંયા 300 રૂપિયા દહાડી પર આવ્યો છું. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો ગુજરાતનો છે. ગુજરાતની ચૂંટણી દરમિયાન આ નવો વિડિયો સામે આવ્યો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં ગુજરાતની ચૂંટણી દરમિયાનનો નહિં પરંતુ વર્ષ 2020માં દિલ્હીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાનનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ગુજરાત નો લાચાર ખેડૂત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો ગુજરાતનો છે. ગુજરાતની ચૂંટણી દરમિયાન આ નવો વિડિયો સામે આવ્યો છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ વિડિયોને ધ્યાનથી જોયો તો આ ટિકટોકનો વિડિયો હોવાનું અમને જાણવા મળ્યુ છે. જો કે, ભારતમાં ટિકટોક પર તો વર્ષ 2020થી જ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે પરથી સ્પષ્ટ થાય છે કે, આ વિડિયો હાલનો નહિં પરંતુ પહેલાનો હોવો જોઈએ.

તેમજ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને 30 જાન્યુઆરી 2020ના આ વિડિયો ફેસબુક પર પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને એનડીટીવીનો 3 ફેબ્રુઆરી 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ જ ટિકટોક વિડિયો વિશે માહિતી આપવામાં આવી હતી કે, “દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાનનો આ વિડિયો છે. આ વિડિયો ચૂંટણી દરમિયાન સોશિયલ મિડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

NDTV | ARCHIVE

તેમજ અન્ય મિડિયા હાઉસ દ્વારા પણ આ વિડિયો અંગનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં ગુજરાતની ચૂંટણી દરમિયાનનો નહિં પરંતુ વર્ષ 2020માં દિલ્હીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાનનો છે.

Avatar

Title:શું ખરેખર ગુજરાત ચૂંટણી દરમિયાનનો આ વિડિયો છે....?

Fact Check By: Yogesh Karia

Result: False