શું ખરેખર મરાઠી વ્યક્તિએ પેટ્રોલના ભાવ પુછતા નરેન્દ્ર મોદીએ તેમને ચૂપ કરી દિધા…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ ઇન્ટરનેટ પર પેટ્રોલ-ડીઝલના ભાવ પર ચર્ચાઓ કરવમાં આવી રહી છે. આ પૃષ્ઠભૂમિ સામે હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક ક્લિપ વાયરલ થઈ રહી છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મરાઠી માણસ વડાપ્રધાન મોદીને પેટ્રોલ વિશે સવાલ પૂછે છે, ત્યારે મોદી તેમને મરાઠીમાં બેસવાનું કહે છે અને તે જવાબ આપવાનું ટાળે છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, મરાઠી વ્યક્તિ દ્વારા પેટ્રોલના ભાવ વધારા અંગે પૂછવામાં ન હતુ આવ્યુ પરંતુ તેમના દ્વારા મુદ્રા લોન વિશે માહિતી આપવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dodiya Manansinh Rajput નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મરાઠી માણસ વડાપ્રધાન મોદીને પેટ્રોલ વિશે સવાલ પૂછે છે, ત્યારે મોદી તેમને મરાઠીમાં બેસવાનું કહે છે અને તે જવાબ આપવાનું ટાળે છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે મોદી સાથેની વાર્તાલાપનો આ વિડિયો જોવા પ્રયત્ન કર્યો હતો. 

જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 29 મે 2018ના રોજ વિડિયો કોન્ફરન્સ દ્વારા જનતા સાથે વાતચીત કરી હતી. ત્યારે નાસિકથી આવેલા હરિભાઉને મોદીને પ્રશ્ન પૂછવાની તક મળી. વિડિયો પ્રધાનમંત્રી કાર્યાલયની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે.

ઉપરનો મૂળ વિડિયો સાંભળ્યા પછી સ્પષ્ટ થઈ ગયું છે કે હરિભાઉ નામના વ્યક્તિએ મોદીને પેટ્રોલના ભાવ વધારા અંગે પૂછ્યું નથી. મુદ્રા લોન યોજનાનો તેમને કેવી રીતે ફાયદો થયો તે તેમણે સમજાવ્યું હતું.

જ્યારે તે બોલવા માટે ઉભા થયા, ત્યારે મોદીએ તેમને બેસીને બોલવાની વિનંતી કરી. તે માટે, તેઓએ કહ્યું, “બેસો, બેસો.” તેમનું નામ હરિભાઉ ઠાકુર છે અને તેમણે ત્રીસ વર્ષ પહેલાં યુપીના મુઝફ્ફરનગરથી નાસિક સ્થળાંતર કર્યું હતું. ત્યાં તેની ટપારી હતી. મુદ્રા યોજના વિશે માહિતી મળ્યા પછી તેણે લોન લીધી અને ધંધો શરૂ કર્યો. પરિણામે, તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થયો.

તેથી તેમને વડા પ્રધાન સાથે વાતચીત કરવાની તક મળી. મોદી સાથે વાત કર્યા બાદ તેમણે મિડિયા પર પણ પ્રતિક્રિયા આપી હતી. તમે તેને નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મરાઠી વ્યક્તિ દ્વારા પેટ્રોલના ભાવ વધારા અંગે પૂછવામાં ન હતુ આવ્યુ પરંતુ તેમના દ્વારા મુદ્રા લોન વિશે માહિતી આપવામાં આવી હતી.

Avatar

Title:શું ખરેખર મરાઠી વ્યક્તિએ પેટ્રોલના ભાવ પુછતા નરેન્દ્ર મોદીએ તેમને ચૂપ કરી દિધા…?

Fact Check By: Yogesh Karia 

Result: Altered