
Shrikant Shrikant નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 સપ્ટેમ્બર 2019ના Sudhir Chaudhary Zee news (DNA) નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી હતી. “जिन्दा *नीलगाय* को *जेसीबी* द्वारा गड्ढा खुदवा कर दफ़न कर दिया बैशाली जिला के विधायक *राजकिशोर सिंह* ने मानव के नाम पे कलंक है एेसे लोग, एेसे लोगों पे क़ानूनी कार्यवाही होनी चाहिए” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 11 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના અભિપ્રાય આપ્યા હતા. તેમજ 21 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બિહારના વૈશાલીના ધારાસભ્ય દ્વારા નીલ ગાયને જીવતી ખાડામાં દટાવી દેવામાં આવી.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તેથી અમે સૌ-પ્રથમ ગૂગલ પર ‘जिन्दा नीलगाय को जेसीबी द्वारा गड्ढा खुदवा कर दफ़न कर दिया’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામ પરથી અમને NAVBHARAT TIMES નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી છે અને JCB ચાલક સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. પરંતુ ક્યાંય પણ ધારાસભ્ય રાજ કિશોર સિંહના નામનો ઉલ્લેખ કરવામાં ન હતો આવ્યો. જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પણ આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેમાં પણ ક્યાંય ધારાસભ્યના નામનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. જે તમે નીચે વાંચી શકો છો.

ત્યારબાદ અમે વન અધિકારી ભારત ભૂષળ પાલ સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ભારત સરકારના પ્રાવધાન હેઠળ નીલગાયનો શિકાર કરવાના આદેશ હતા અને બાદમાં તેને દફનાવાની હતી. પરંતુ વિડિયોમાં જે રીતે દેખાય રહ્યુ છે. તેની તપાસ થશે, જો કે, પ્રથમ દ્રષ્ટીએ આ ઘટનામાં ધારાસભ્યનો કોઈ રોલ જણાતો નથી.”

ત્યારબાદ અમે વૈશાલી જિલ્લા પોલીસ વડા માનવજીત સિંઘ ધીલોન સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, ‘અમારી તપાસ કાર્યવાહીમાં ક્યાંય પણ ધારાસભ્યનો રોલ સામે નથી આવી રહ્યો. જે-તે વન કર્મચારી સામે તપાસ ચાલી રહી છે.’

અમારી પડતાલને વધુ મજબૂત બનાવવા અમે ધારાસભ્ય રાજ કિશોર સિંઘ જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે મારા નામથી ખોટા મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના ક્યાંની છે. તે મને ખૂદને ખબર નથી. આ પ્રકારે ખોટા મેસેજ વાયરલ કરનાર સામે અમે કાયદેસરની કાર્યવાહી પણ કરીશું. કોઈ પણ જન પ્રતિનીધીનું નામ લગાડી દેવાથી ધટના સત્ય નથી થઈ જતી. અમુક સ્થાનિક મિડિયા હાઉસ દ્વારા પણ આ પ્રકારે ખોટી રીતે સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા છે. તેની સામે પણ માનહાનીનો દાવો કરીશું.”

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ હક્કીત સત્ય સાબિત થતી નથી. વૈશાલી જિલ્લા પોલીસ વડા, વન અધિકારી અને ખૂદ ધારાસભ્ચ દ્વારા આ વાત ખોટી હોવાનું જણાવવામાં આવ્યુ છે.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ હક્કીત સત્ય સાબિત થતી નથી. વૈશાલી જિલ્લા પોલીસ વડા, વન અધિકારી અને ખૂદ ધારાસભ્ચ દ્વારા આ વાત ખોટી હોવાનું જણાવવામાં આવ્યુ છે.

Title:શું ખરેખર વૈશાલીના ધારાસભ્ય દ્વારા નીલ ગાયને જીવતી ખાડામાં નાખી દેવામાં આવી….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
