આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો છે કે તેમના અંગત સહાયક બિભવ કુમારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને મને માર માર્યો હતો.

આ પૃષ્ઠભૂમિમાં, એક વ્યક્તિ દ્વારા એક મહિલાને માર મારવામાં આવી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે વાયરલ વીડિયોમાં તે સ્વાતિ માલીવાલ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 મે 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સ્વાતિ માલીવાલને મારમારવામાં આવ્યો તેનો છે.

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ કે, આ વીડિયો સ્વાતિ માલીવાલા સાથે સંબંધિત નથી. આ જ વીડિયો 13 મેના રોજ અંકુર ગુપ્તા નામના યુઝરે ટ્વિટર પર અપલોડ કર્યો હતો. વીડિયો સાથેની માહિતી અનુસાર, મારપીટ "દિલ્હીની તીસ હજારી કોર્ટની મધ્યસ્થતા ચેમ્બરમાં થઈ હતી."

Archive

વીડિયોમાં પણ આપણે વચ્ચે પડતા વકીલને જોઈ શકીએ છીએ.

ઉપરોક્ત માહિતીના આધારે વધુ શોધ કર્યા પછી, ન્યૂઝ ચેનલ 'મિરર નાઉ' એ પણ આ જ વીડિયો શેર કર્યો અને માહિતી આપી કે, "આ વીડિયો દિલ્હીની તીસ હજારી કોર્ટમાં મધ્યસ્થતા સત્રનો છે. આ જગ્યાએ લડતા લોકો એક જ પરિવારના લોકો છે. આ લોકો વિવાદનું સમાધાન કરવા માટે અહીં આવ્યા હતા, વિવાદ ત્યાં સુધી વધી ગયો જ્યાં તેઓ એકબીજા સાથે લડવા લાગ્યા."

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો દિલ્હીની તીસ હજારી કોર્ટમાં પારિવારિક વિવાદનો છે અને સ્વાતિ માલીવાલ સાથે સંબંધિત નથી. આ વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:સ્વાતિ માલીવાલ કેસના સંબંધમાં અસંબંધિત વીડિયો વાયરલ... જાણો શું છે સત્ય...

Fact Check By: Frany Karia

Result: False