શું ખરેખર અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીના મહિલા સભ્ય તુલસી ગેબાર્ડ ભારતીય મૂળના છે…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

Umakant Mankad નામના ફેસબુક યુઝર દ્વારા 24 સપ્ટેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમેરિકન પ્રમુખ ની ચૂંટણી ના મજબૂત પ્રતિસ્પર્ધી અમેરિકન સંસદ ની ભારતીય મૂળની પ્રથમ હિંદુ નેતા તુલસી ગેબાર્ડ ની વિરુધ્ધનો પ્રચાર કહેવાતા હિંદુ નેતા મોદી દ્વારા !!!  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી માટેના મજબૂત પ્રતિસ્પર્ધી તુલસી ગેબાર્ડ ભારતીય મૂળના છે અને મોદી દ્વારા અમેરિકામાં તેના વિરુધ્ધમાં પ્રચાર કરવામાં આવ્યો. આ પોસ્ટને 155 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 6 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.10.10-19_45_24.png

Facebook Post | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર તુલસી ગેબાર્ડ ભારતીય મૂળના છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, તુલસી ગેબાર્ડ
એક અમેરિકન રાજકારણી અને સેવાનિવૃત્ત સૈનિક છે, જે હવાઇના બીજા કોંગ્રેસના જિલ્લા માટે યુ.એસ.ના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. તે ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય છે. 2012 માં ચૂંટાયેલા, ગેબાર્ડ કોંગ્રેસના પ્રથમ સામોન અમેરિકન અને હિન્દુ સભ્ય બન્યા. તેમજ તેમની રાષ્ટ્રીયતા અમેરિકન છે. અમેરિકાના લેલોઆલોઆમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ માઈક ગેબાર્ડ અને માતાનું નામ કેરોલ પોર્ટર ગેબાર્ડ છે. આ માહિતીમાં અમને ક્યાંય પણ તુલસી ગેબાર્ડ ભારતીય મૂળના હોવાની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. આ સંપૂર્ણ માહિતી અમને વિકિપીડિયા પરથી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.google.com-2019.10.10-20_03_57.png

Archive

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને આજ તક દ્વારા 21 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, તુલસી ગેબાર્ડે 2020 ની અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો દાવો કર્યો છે. 37 વર્ષની ગેબાર્ડ ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટેની બીજા નંબરની મહિલા દાવેદાર છે. ભારતીય મૂળના અમેરિકનો વચ્ચે તુલસી લોકપ્રિય જરૂર છે પરંતુ તે ભારતીય નથી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-aajtak.intoday.in-2019.10.10-20_15_21.png

Archive

અમારી વધુ તપાસમાં અમને તુલસી ગેબાર્ડ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર પર 17 ઓક્ટોમ્બર, 2012 ના રોજ તેમણે પોતે ભારતીય નહીં હોવાની માહિતી આપી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આજ માહિતી તુલસી ગેબાર્ડ દ્વારા ફરી વાર 27 ડિસેમ્બર, 2014 ના રોજ ટ્વિટર પર આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-twitter.com-2019.10.10-20_37_02.png

Archive

અમારી વધુ તપાસમાં નવભારત ટાઈમ્સ દ્વારા 13 જાન્યુઆરી, 2019 ના રોજ એક સમાચાર પ્રાસરિત કરવામાં આવ્યા હતા. જેમાં પણ તુલસી ગેબાર્ડ હિન્દુ છે પણ ભારતીય નથી એવું સ્પષ્ટ લખવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-navbharattimes.indiatimes.com-2019.10.10-20_41_19.png

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, તુલસી ગેબાર્ડ હિન્દુ છે પરંતુ ભારતીય નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, અમેરિકન ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય તુલસી ગેબાર્ડ હિન્દુ છે પરંતુ ભારતીય નથી.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીના મહિલા સભ્ય તુલસી ગેબાર્ડ ભારતીય મૂળના છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False