શું ખરેખર અક્ષય કુમારે CAA અને ABVPના સમર્થનમાં ABVPનો ધ્વજ ફરકાવ્યો…? જાણો શું છે સત્ય...
Rohit Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Well done Real Hero Akshaykumar openly in support of ABVP and CAA” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 86 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અક્ષય કુમારે ABVP અને CAAના સમર્થનમાં ABVPનો ધ્વજ ફરકાવ્યો હતો.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને prokerala.com નામની વેબસાઈટનો 22 જાન્યુઆરી 2018નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “દિલ્હી યુનિવર્સિટીમાં વુમેન મેરેથોનને અક્ષય કુમાર દ્વારા પ્રસથાન કરવવામાં આવ્યુ હતુ ત્યારની આ ફોટો છે.” જે સમગ્ર અહેવાલ તમે નીચે વાંચી શકો છો.
ત્યારબાદ જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને INDIA TODAY નો 23 જાન્યુઆરી 2018નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અક્ષય કુમાર દ્વારા દિલ્હી યુનિવર્સિટીમાં મહિલા મેરાથોનને ABVPના ધ્વજ સાથે પ્રસથાન અપાવવામાં આવતા તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો.”
જો કે, આ ફોટો અંગે બીજેપીના નેશનલ આઈટી અને સોશિયલ મિડિયા કેમ્પિયન કમિટીના મેમબર ખેમચંદ શર્મા દ્વારા તેમના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી આ ફોટા અંગે ખુલાસો કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
અક્ષય કુમાર દ્વારા પણ આ ફોટો તેમના ઓફિશીયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “દિલ્હી યુનિવર્સિટીની મહિલા મેરેથોનને ફ્લેગ ઓફ કરી. આ સુંદર મહિલાઓ મહિલા સશક્તિકરણને આગળ ધપાવી રહી છે અને કરમુક્ત સેનેટરી પેડ માટે દોડ કરી રહી છે.”
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફૉટોમાં અક્ષય કુમાર દિલ્હી યુનિવર્સિટીમાં મહિલા મેરેથોનને ફ્લેગ ઓફ કરાવી રહ્યા છે. અને આ તસ્વીર વર્ષ 2018ની એટલે કે આજથી બે વર્ષ પહેલાની છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ આજથી બે વર્ષ પહેલાનો એટલે કે, જાન્યુઆરી 2018નો છે. દિલ્હી યુનિવર્સિટીની મહિલાઓને અક્ષય કુમાર દ્વારા ફ્લેગ ઓફ કરવવામાં આવી હતી. ABVP અને CAAને સ્પોર્ટ કરતા હોવાની વાત તદ્દન ખોટી છે.
Title:શું ખરેખર અક્ષય કુમારે CAA અને ABVPના સમર્થનમાં ABVPનો ધ્વજ ફરકાવ્યો…? જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False