
આજથી 4 મહિના પહેલા “ખેડૂત ક્લબ.કોમ” નામની ગુજરાત વેબ સાઈટ દ્રારા “ગુજરાતનું એવું ગામ જ્યાં દરેક દિકરીએ બનવું પડે છે વેશ્યા, ભાઈ તથા પિતા જ કરાવે છે આ કામ”નામથી એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો

આજના ટેકનોલોજીના યુગમાં પણ ખરેખર કોઈ આવું ગામ અસ્તિત્વ ધરાવે છે કે કેમ તે જાણવું ખૂબ જરૂરી હતું આથી આ અહેવાલની સત્યતા તપાસવા અમે સૌપ્રથમ સ્થાનિક લોકો સાથે સંપર્ક કર્યો હતો તેમના જણાવ્યા પ્રમાણે આ ગામમાં હાલ આવું કોઈ દૂષણ છે જ નહીં અહીંના લોકો શાંતિથી વસવાટ કરી રહ્યા છે, અને સુખ શાંતિથી રહે છે.



હકીકતોનું વિશ્લેષણ
હજુ પણ ઉપરોક્ત અહેવાલની સત્યતા તપાસવા માટે બનાસકાંઠા જીલ્લાના SP પ્રદિપ સેજૂડ જોડે વાત કરી હતી જેને અમને જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આ ગામમાં આ પ્રકારનુ દૂષણ હતુ પરંતુ હાલ આવું કોઈ પણ દૂષણ અહીં નથી. અને અહીંલોકો ખેતી અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે..

તેમજ આ અહેવાલની તપાસ કાર્યવાહી કરવા અમે ગૂગલની પણ મદદ લીધી અને ગૂગલ પર “truth about vadiya gam of banaskantha Gujarat” લખતા અમને 18 હજાર પરિણામો મળ્યા હતા.

લિંક
જેમાં અમને TIMES OF INDIA દ્રારા સંમયાંતરે પ્રસારિત કરવામાં આવેલા ત્રણ અહેવાલો મળ્યા હતા, જેમાં 2013માં આ ગામમાં પોલીસ ચોકીની સ્થાપના કરવામાં આવી હોવાનું તેમજ આ ગામમાં સમૂહ લગ્ન કરાવવામાં આવ્યા હોવાનું, તેમજ અહીંની મહિલા અને તેમના પરિવાર દ્રારા વેશ્યાવૃત્તિના ધંધાનો વિરોધ કરી અને સ્થાનિક પોલીસ સામે ધરણા કર્યાના પણ અહેવાલો પ્રસારિત કર્યાના જોવા મળ્યા હતા, આ તમામ સમાચારો એ વાતની પૃષ્ટી કરી રહ્યા હતા કે, આ ગામમાં કોઈ વેશ્યા વૃતિ થઈ નથી રહી…



TOI | Archived Link |
TOI | Archived Link |
TOI | Archived Link |
આ અહેવાલની વધૂ તપાસ કાર્યવાહી કરતા અમને “વિચરતા સમૂદાય સમર્થન મંચ(VSSM)” નામની એક NGOનો સંપર્ક થયો હતો, જે સંસ્થા વર્ષ 2005થી આ ગામના ઉધ્ધાર માટે કાર્ય કરી રહી છે, આ સંસ્થાના ફાઉન્ડર મિત્તલબેન પટેલ જોડે અમે આ અહેવાલને સંબધિત વાત કરી હતી તેમણે પણ આ અહેવાલને નકાર્યો હતો, જો કે તેમને વધુમાં એ પણ જણાવ્યું હતું કે, આ ગામમાં છેલ્લા 7 વર્ષથી તેઓ સમૂહ લગ્ન કરાવી રહ્યા છે, ભૂતકાળની આ ગામની છાપને દૂર કરવા અમે અહીંના લોકોને રોજગાર આપી રહ્યા છીએ..




પરિણામ : ખોટું
પરિણામોની તપાસ કરતા અમે એ નિણર્ય પર પહોંચ્યા હતા, કે ઉપરોક્ત વેબસાઈટ દ્રારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ ખોટો છે, હાલ આ ગામમાં આ પ્રકારનું કોઈ દૂષણ અમારા ધ્યાનમાં નથી આવ્યું
ફોટો સૌજન્ય: ગૂગલ, TOI

Title:શું ખરેખર કોઈ ગામ હજુ પણ વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલુ છે..?
Fact Check By: Frany KariaResult: False
