ટોલ પ્લાઝા પસાર કરવાનો પ્રયાસ કરતા ઘણા લોકો સાથે ભરેલી પીકઅપ વાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પીકઅપ વાનમાં મુસાફરી કરી રહેલા લોકો અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એક વ્યક્તિ વાહન પસાર કરવા માટેના અવરોધને તોડતો પણ જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટોલનાકામાં ટોલ ભર્યા વગર પસાર થવાની અને દાદાગીરીની આ ઘટના ભારતમાં બનવા પામી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 21 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ટોલનાકામાં ટોલ ભર્યા વગર પસાર થવાની અને દાદાગીરીની આ ઘટના ભારતમાં બનવા પામી છે.

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

વીડિયોને નજીકથી જોયા પછી, અમને જાણવા મળ્યું કે પીકઅપ વેનની નંબર પ્લેટ લીલા રંગની છે જેમાં સફેદ રંગમાં નંબર લખવામાં આવ્યો છે. ભારતમાં, માત્ર હળવા મોટર ઇલેક્ટ્રિકલ વાહનોમાં જ લીલી નોંધણી પ્લેટ હોય છે. તેથી, આનાથી અમારી શંકા ઊભી થઈ કે શું આ વીડિયો ખરેખર ભારતનો છે.

જે ક્લુને લઈ અમે બાંગ્લાદેશમાં વાહનોમાં વપરાતી વિવિધ રજિસ્ટ્રેશન પ્લેટો શોધી કાઢી. અમને જાણવા મળ્યું કે બાંગ્લાદેશમાં, લીલી પૃષ્ઠભૂમિની લાઇસન્સ પ્લેટનો ઉપયોગ વ્યવસાયિક હેતુ માટે થાય છે અને સફેદ પૃષ્ઠભૂમિ લાયસન્સ પ્લેટનો ઉપયોગ વ્યક્તિગત વાહનો માટે થાય છે. આ લાયસન્સ પ્લેટોમાં ચાર મુખ્ય ભાગ બે લાઈનમાં ક્રમમાં હોય છે. પ્રથમ લાઇન વિસ્તારના નામ અને વાહનના પ્રકારનું વર્ણન કરે છે અને બીજી લાઇન વાહન વર્ગ અને નોંધણી નંબરનું વર્ણન કરે છે.

કીફ્રેમ પર ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ અમને 19 સપ્ટેમ્બર 2024ના સમાચાર અહેવાલ પ્રાપ્ત થયા હતા. જેમાં સમાન ઘટનાની ફોટો જોઈ શકાય છે. રિપોર્ટ અનુસાર, આ ઘટના બાંગ્લાદેશમાં ઢાકા એલિવેટેડ એક્સપ્રેસ વેના કુરિલ ટોલ પ્લાઝા પર બની હતી. વાહને ટોલ ભરવાની ના પાડતાં બોલાચાલી શરૂ થઈ હતી. નિયમો અનુસાર, માલસામાન વાહનમાં મુસાફરોની હેરફેર પર પ્રતિબંધ છે. ટોલે પીકઅપ વાનમાં મુસાફરોને આપમેળે શોધી કાઢ્યા અને વાહનને ટોલ પ્લાઝામાંથી પસાર થવા દીધા નહીં. આ પછી, ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે ઉગ્ર દલીલમાં રોકાયેલા ટોળાએ અવરોધ તોડી નાખ્યો અને આખરે ટોલ પ્લાઝા પાર કર્યો. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.

18 સપ્ટેમ્બર, 2024ના રોજ સોમોય ટીવી યુટ્યુબ ચેનલ પર સમાન ઘટનાનો એક વીડિયો પણ મળ્યો હતો. આ ઘટના ઢાકાના કુરિલ ટોલ પ્લાઝા પર બની હતી. ટોલ પ્લાઝા પર પરવાનગી વગર મુસાફરોને લઈ જતી પીકઅપ વાહનને રોકવામાં આવ્યા બાદ બોલાચાલી શરૂ થઈ હતી. વાહને ટોલ ચાર્જ ચૂકવવાનો ઇનકાર કર્યા પછી સ્ટાફે બેરિકેડ હટાવવાનો ઇનકાર કર્યો હતો. જેના પગલે ટોલ પ્લાઝાના કર્મચારીઓ અને વાહનમાં સવાર મુસાફરો વચ્ચે બોલાચાલી થઈ હતી. એક વ્યક્તિએ અવરોધ તોડી નાખ્યો અને વાહન ટોલ વટાવી ગયું. અહેવાલ મુજબ ટોલ પ્લાઝા સત્તાવાળાઓએ પોલીસને જાણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાંની તોડફોડ કરવાની ઘટના ભારતની નહીં પણ બાંગ્લાદેશની છે. ભારત સાથે તેનો કોઈ લેવા-દેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Claim Review :   ટોલનાકામાં ટોલ ભર્યા વગર પસાર થવાની અને દાદાગીરીની આ ઘટના ભારતમાં બનવા પામી છે.
Claimed By :  Social media users
Fact Check :  MISSING CONTEXT