મંદિરની અંદર તોડ-ફોડનો આ વીડિયો જાણો કયા દેશનો છે...
મંદિરની અંદર તોડફોડનો આ વીડિયો બાંગ્લાદેશનો નહિં પરંતુ પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો વર્ષ 2021નો છે. બાંગ્લાદેશનો હોવાની વાત તદ્દન ખોટી છે.
સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો મંદિરમાં તોડફોડ કરતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મંદિરની અંદર તોડફોડની ઘટનાનો આ વીડિયો બાંગ્લાદેશનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 17 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મંદિરની અંદર તોડફોડની ઘટનાનો આ વીડિયો બાંગ્લાદેશનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વાયરલ વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને CRUX નામની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ જ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે 5 ઓગસ્ટ 2021ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 4 ઓગસ્ટના રોજ ઉશ્કેરાયેલા ટોળાએ એક હિંદુ મંદિર પર હુમલો કર્યો હતો. ટોળાએ ગણેશ મંદિરની મૂર્તિઓને અપવિત્ર કરી હતી અને તેના કેટલાક ભાગોને બાળી નાખ્યા હતા. તેઓએ લાકડીઓ અને પથ્થરો વડે મંદિરની બારીઓ અને દરવાજા પણ તોડી નાખ્યા હતા.”
તેમજ વધુ સર્ચ કરતા અમને નવભારત ટાઈમ્સનો 5 ઓગસ્ટ 2021નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહતી આપવામાં આવી હતી કે, “બદમાશોએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત ગણેશ મંદિરમાં તોડફોડ કરી અને મંદિરની મૂર્તિઓને નષ્ટ કરી.”
તેમજ આ ઘટનાના સમાચાર ધ વાયર, એબીપી, તેમજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, અલ જઝીરા, સહિતના મીડિયા હાઉસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મંદિરની અંદર તોડફોડનો આ વીડિયો બાંગ્લાદેશનો નહિં પરંતુ પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો વર્ષ 2021નો છે. બાંગ્લાદેશનો હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)