વાયરલ વીડિયોમાં જે છોકરો છે તે દિલ્હીનો રહેવાસી છે અને તે લવપ્રીત નથી. ઓમકાર સિંહની હત્યાના પાંચ મહિના પહેલાથી આ વીડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.

પંજાબમાં ગયા મહિને એક ભાઈએ તેની સગીર બહેન પર બળાત્કાર કરવાના આરોપીની હત્યા કરી નાખી. આ ભાઈનું નામ લવપ્રીત છે. આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં એક યુવકનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયોમાં જોવા મળતા યુવકે તેની બહેન પર બળાત્કાર કરનાર વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દિધો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયોમાં જોવા મળતા યુવકે તેની બહેન પર બળાત્કાર કરનાર વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દિધો હતો.

Facebook | FB post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા 31 ઓગસ્ટના રોજ પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો

જે અનુસાર, પંજાબના કપૂરથલા જિલ્લાના મજહાદપુર ગામના લવપ્રીત નામના યુવકે 28 ઓગસ્ટના રોજ ઓંકાર સિંહ(બાકી બિશનપુર જટ્ટન) નામના વ્યક્તિની તિક્ષ્ણ હથિયારોથી હત્યા કરી હતી. મૃતક ઓમકાર સિંહે નવ વર્ષ પહેલા લવપ્રીતની સગીર બહેન પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ ઘટના બાદ બળાત્કાર પીડિતાનું થોડા મહિનાઓ બાદ મૃત્યુ થયું હતું. ઓમકાર સિંહને 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. કોરોના દરમિયાન છૂટ્યા બાદ લવપ્રીતે તેના મિત્રો સાથે મળીને ઓમકાર સિંહની હત્યા કરી હતી.

30 ઓગસ્ટે કપૂરથલા પોલીસે ટ્વિટર પર આ ઘટનાની સંપૂર્ણ માહિતી શેર કરી હતી. વરિષ્ઠ પોલીસ અધિક્ષક વત્સલા ગુપ્તાએ જણાવ્યું હતું કે, "લવપ્રીત અને તેના મિત્રની પોલીસે 30 ઓગસ્ટે અટકાયત કરી હતી."

Archive

તો વાયરલ વીડિયોમાં કોણ છે છોકરો?

રિવર્સ ઇમેજ સર્ચમાં જાણવા મળ્યું કે વીડિયોમાં દેખાતો છોકરો દિલ્હીનો રહેવાસી છે અને તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ આડુ ડિફોલ્ટરના નામે છે. વાયરલ વીડિયો આ એકાઉન્ટ પરથી 10 એપ્રિલે શેર કરવામાં આવ્યો હતો.

વાયરલ વીડિયો આ એકાઉન્ટ પરથી 10 એપ્રિલે શેર કરવામાં આવ્યો હતો.

Instagram | Archive

તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા યુવકને કોર્ટમાંથી ઉઠાવી જવાના આ એકાઉન્ટ પર ઘણા વીડિયો છે.

અલબત્ત, ઓમકાર સિંહની હત્યાના 5 મહિના પહેલાથી આ વીડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયોમાં જે છોકરો છે તે લવપ્રીત નથી. ઓમકાર સિંહની હત્યાના 5 મહિના પહેલાથી આ વીડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Claim Review :   આ વીડિયોમાં જોવા મળતા યુવકે તેની બહેન પર બળાત્કાર કરનાર વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દિધો હતો.
Claimed By :  Social media users
Fact Check :  -