શું ખરેખર ‘જય શ્રી રામ’ના નારા લગાવતો આ વિડિયો ત્રિપુરા પોલીસ છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકોના એક ટોળા સાથે રસ્તા પરથી ચાલતી વખતે એક પોલીસ કર્મીને ‘જય શ્રી રામ’ના નારા લગાવતા જોઈ શકાય છે. આ વિડિયોને સોશિયલ મિડિયા પર શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ત્રિપુરા પોલીસ દ્વારા આ રીતે એક જ્ઞાતિના જૂથને સમર્થન કરવામાં આવી રહ્યુ છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો છેલ્લા ત્રણ વર્ષથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. ત્રિપુરામાં તાજેતરમાં થયેલી હિંસા સાથે તેનો કોઈ સંબંધ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Abdul Kaiyum Baroda નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ત્રિપુરા પોલીસ દ્વારા આ રીતે એક જ્ઞાતિના જૂથને સમર્થન કરવામાં આવી રહ્યુ છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 26 માર્ચ 2018ના ફેસબુક યુઝર દ્વારા પ્રસારિત વાયરલ વિડિયોનું લાંબો વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં બે નારા સાંભળી શકાય છે. “‘ઘર-ઘર ભાગવા છા ગયા, રામ રાજ ફિર આ ગયા’ અને ‘એક હી નારા’, એક હી નામ, જય શ્રી રામ, જય શ્રી રામ’ સાંભળી શકાય છે.

Archive

તેમજ એક યુટ્યુબ યુઝર દ્વારા 25 નવેમ્બર 2018ના રોજ આ વિડિયોને કેપ્શન સાથે શેર કર્યો હતો કે, “અયોધ્યામાં, પોલીસે પણ જય શ્રી રામ કહ્યું.

26 ઓક્ટોબર, 2021 ના રોજ, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના વિરોધ પ્રદર્શન દરમિયાન ઉત્તર ત્રિપુરાના ચામટીલા વિસ્તારમાં એક મસ્જિદમાં તોડફોડ કરવામાં આવી હતી અને બે દુકાનોને સળગાવી દેવામાં આવી હતી. આ ઘટનાઓને પગલે વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. ભાજપે હિંસાનું કારણ શું છે તેની તપાસ કરવા માટે પાર્ટીના લઘુમતી સેલમાંથી પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે.

તેમજ ત્રિપુરા પોલીસ દ્વારા ટ્વિટ કરી અને માહિતી શેર કરતા જણાવવામાં આવ્યુ હતુ કે, “સોશિયલ મિડિયામાં ફેલાતી અફવાઓથી લોકોએ સાવધાન રહેવુ અને ચકાસણી કર્યા વગર મેસેજ, ફોટો કે વિડિયોને શેર ન કરવા જણાવવામાં આવ્યુ હતુ.” 

Archive

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ત્રિપુરા પોલીસ ડિપાર્ટમેન્ટનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ત્રિપુરા પોલીસના નામે વાયરલ થઈ રહેલો વિડિયો ભ્રામક છે. ત્રિપુરા પોલીસના કોઈપણ પોલીસ અધિકારી દ્વારા આ પ્રકારની રેલીમાં જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા નથી.” 

આ વિડિયોના ચોક્કસ સમય અને સ્થાનને જાણી શક્યા નથી. પરંતુ હાલમાં ત્રિપુરામાં બનેલી ઘટના સાથે આ વિડિયોને કોઈ લેવા-દેવા નથી. જૂના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો છેલ્લા ત્રણ વર્ષથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. ત્રિપુરામાં તાજેતરમાં થયેલી હિંસા સાથે તેનો કોઈ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર ‘જય શ્રી રામ’ના નારા લગાવતો આ વિડિયો ત્રિપુરા પોલીસ છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False