શું ખરેખર આ વીડિયો જૂનાગઢના ગિરનારમાં રોપવેની ચાલતી કામગીરીનો છે…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Villeg tour video નામના ફેસબુક પેજ દ્વારા 26 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગીરનાર (જુનાગઢ) મા લીપના કામમા વરસાદના પાણીના ચીરવાના પાણી વશે કામકરતા મજુર (શેર અને લાઇક). આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જૂનાગઢના ગીરનાર પર્વત ખાતે રોપવેની ચાલી રહેલી કામગીરી દરમિયાન વરસાદના પાણીમાં પણ મજૂરો કામ કરી રહ્યા છે તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 21 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 14000 થી વધુ લોકો દ્વારા વીડિયો જોવામાં આવ્યો હતો. 2 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 76 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.10.01-13_22_14.png

Facebook Post | Video Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે આ વીડિયો જૂનાગઢના ગીરનાર ખાતે ચાલી રહેલી રોપવેની કામગીરી સમયનો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને INVID ટુલ્સના માધ્યમથી સર્ચ કરતાં અમને twasul.info નામની વેબસાઈટ પર 29 ડિસેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સાઉદી અરબના બુરઈદા ખાતે ભૂમિગત પાણીનો સ્ત્રોત મળી આવ્યો. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-twasul.info-2019.10.01-14_21_52.png

Archive

અમારી વધુ તપાસમાં અમને StarNasru Learn the Way of Prophet SAW PBAH નામની યુટ્યુબ ચેનલ પર પણ આ વીડિયો 1 સપ્ટેમ્બર, 2019 ના રોજ મૂકવામાં આવ્યો હતો અને તેના શીર્ષકમાં પણ એ લખેલું હતું કે, Caught Water river in 19 feet on underground in Kingdom of SaudiArabia. આ પરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે આ વીડિયો જૂનાગઢના ગિરનારનો નહીં પરંતુ સાઉદી અરેબિયાનો હોઈ શકે છે. આ વીડિયોમાં વાતચીતની જે ભાષા સંભળાઈ રહી છે તે પણ કોઈ અલગ જ છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને આ વીડિયો સાઉદી અરેબિયાનો હોઈ શકે એ અંગેની માહિતી સાથેના અન્ય વીડિયો પણ યુટ્યુબ પર પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Bilal SyedNOW I’ve SEE MY HOBBY
ArchiveArchive

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે જૂનાગઢના કલેક્ટર સૌરભ પારધી સાથે આ ઘટના અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો જૂનાગઢનો નથી. કોઈ અણસમજુ લોકો દ્વારા આ વીડિયો જૂનાગઢના ગિરનારના નામથી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.”

2019-10-01.png

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયો જૂનાગઢના ગિરનાર ખાતે ચાલતી રોપવેની કામગીરીનો નહીં પરંતુ સાઉદી અરબનો હોઈ શકે છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો જૂનાગઢના ગિરનાર ખાતે ચાલતી રોપવેની કામગીરીનો નહીં પરંતુ સાઉદી અરબનો હોઈ શકે છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર આ વીડિયો જૂનાગઢના ગિરનારમાં રોપવેની ચાલતી કામગીરીનો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False