
Jagdish B નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “सूरत हाइवे पर नाजायेक वसुली करनें वालें पुलिस कर्मियों का पिटाई का विडियो जरुर देखें और आगे शेर करे ये पुलिस वाला इतनी हद करता था कि जिसके पास पुरा कगजात होते हुए भी पैसा लेता था अब ये हाल देखिए इसका” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 28 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ વિડિયો સુરતનો છે અને પોલીસને મારમારવામાં આવી રહ્યો છે કારણ કે, તે ગેરકાયદેસર રીતે વાહનચાલકો પાસેથી ઉઘરાણી કરી રહ્યો હતો.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના સુરતનો નહીં પરંતુ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના મહેશ્વર વિસ્તારનો છે. જ્યાં દારૂ અંગે રેડ કરવા ગયેલી પોલીસ પર મહિલાએ હુમલો કર્યો હતો. જે સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત પણ કરવામાં આવ્યા હતા. તે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સુરતનો નહીં પરંતુ મધ્યપ્રદેશના ખરગોન જીલ્લાના મહેશ્વર વિસ્તારનો છે. જ્યા દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર મહિલાઓએ હુમલો કર્યો હતો અને જે અંગેની ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સુરતનો નહીં પરંતુ મધ્યપ્રદેશના ખરગોન જીલ્લાના મહેશ્વર વિસ્તારનો છે. જ્યા દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર મહિલાઓએ હુમલો કર્યો હતો અને જે અંગેની ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

Title:શું ખરેખર પોલીસને મારમારતો આ વિડિયો સુરતનો છે….? જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
