બહામાસમાં ફેરીમાં સવાર મુસાફરોને સાથે આ ઘટના બની હતી. બ્લુ લગૂન ટાપુના રસ્તામાં બોટ ડૂબવા લાગી હતી. તેમજ આ ઘટનામાં એક મુસાફરનું મોત થયુ હતું.

જાપાનમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, આ વચ્ચે સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બોટને ડુબતી જોઈ શકાય છે અને મુસાફરો જીવ બચાવવા બોટની બહાર કુદી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જાપાનમાં આવેલા ભૂકંપના કારણે દરિયામાં બોટ ડુબવાના દ્રશ્યો સર્જાયા હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 03 જાન્યુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જાપાનમાં આવેલા ભૂકંપના કારણે દરિયામાં બોટ ડુબવાના દ્રશ્યો સર્જાયા હતા.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને NBC ન્યુઝની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ જ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “બહામાસમાં એક ફેરી બોટ બોર્ડમાં લગભગ 100 મુસાફરો સાથે ડૂબવા લાગી હતી, જેમાં કેટલાકને બચવા માટે પાણીમાં કૂદી જવાની ફરજ પડી હતી. અધિકારીઓનું કહેવું છે કે 74 વર્ષીય મહિલાને પાણીમાંથી ખેંચવામાં આવી હતી અને બાદમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

ABC 7 દ્વારા પણ આ ઘટના અંગે માહિતી આપતો વીડિયો તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ Yahoo news, CNN જેવા મીડિયા સંસ્થાનો દ્વારા પણ આ ઘટના અંગે વિશેષ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે આ લિંક, લિંક પર ક્લિક કરી વાંચી શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલો વીડિયો જાપાનનો નહીં પરંતુ કેરેબિયન દેશ બહામાસનો છે. જ્યા એક ફેરી બોટ પાણીમાં ડુબવા લાગી હતી, અને આ ઘટનામાં એક 74 વર્ષીય મહિલાનું મોત થયુ હતુ.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:કેરેબિયન દેશમાં બનેલી ઘટનાનો વીડિયો જાપાનના નામે વાયરલ કરાઈ રહ્યો... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False