રેલવે ટ્રેકના નિર્માણનો વાયરલ વીડિયો ચીનનો નથી પરંતુ મલેશિયાના ઈસ્ટ કોસ્ટ લિંક પ્રોજેક્ટનો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં જોવા મળે છે કે, અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રેલવે લાઇન બનાવવામાં આવી રહી છે. આ વાયરલ વીડિયોમાં ટ્રેક બિછાવવાના મશીનની મદદથી રેલવે ટ્રેકનું બાંધકામ બતાવવામાં આવ્યું છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રેલવે ટ્રેક કન્સટ્રકશનનો આ વીડિયો ચીનનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 ફેબ્રુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રેલવે ટ્રેક કન્સટ્રકશનનો આ વીડિયો ચીનનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ અને રિવર્સ ઇમેજ સર્ચનો ઉપયોગ કરીને અમારી તપાસ શરૂ કરી અને પરિણામો અમને આ જ વીડિયો પ્રાપ્ત થયો હતો, જે થોડા અઠવાડિયા પહેલા ટવિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં મલેશિયાના ઈસ્ટ કોસ્ટ રેલ્વેના નિર્માણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેપ્શનમાં જણાવવામાં આવ્યુ છે કે, "મલેશિયાની ઇસ્ટ કોસ્ટ રેલ્વેએ પાટા નાખવાનું શરૂ કર્યું."

Archive

વધુ શોધમાં, અમને જાણવા મળ્યું કે સંબંધિત સમાચાર 12 ડિસેમ્બર 2023 ના રોજ ગ્લોબલ ટાઈમ્સ, ચીનના રાજ્ય મીડિયામાં પ્રકાશિત થયા હતા. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, "BRI હેઠળ મલેશિયાની ઇસ્ટ કોસ્ટ રેલ લિંક, સોમવારે ટ્રેક નાખવાનું શરૂ કરે છે". તે જણાવે છે, "ચીનની ચાઇના કોમ્યુનિકેશન કન્સ્ટ્રક્શન કંપનીએ મલેશિયામાં 665 કિમી લાંબી મલેશિયન ઇસ્ટ કોસ્ટ રેલ્વેનું બાંધકામ શરૂ કર્યું છે." રિપોર્ટમાં સ્પષ્ટપણે પાટા પરથી ઉતરેલી ટ્રેનની આગળની બાજુ દર્શાવવામાં આવી છે. તેમાં એક બાજુ ચાઈનીઝ અક્ષરો અને બીજી બાજુ અંગ્રેજીમાં MRL લખેલા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે આ રેલ્વે લાઇનનું નિર્માણ મલેશિયામાં ચાલી રહ્યું છે અને તેને ચીન રેલ્વે સાથે કોઈ લેવાદેવા નથી.

Global Times | Archive

અમને આ પ્રોજેક્ટ સંબંધિત ટ્વિટર પર 12મી ડિસેમ્બર 2023ની સંબંધિત પોસ્ટ પણ મળી. તે એ પણ પુષ્ટિ કરે છે કે વાયરલ વીડિયો મલેશિયાનો છે.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો રેલવે ટ્રેક કન્સ્ટ્રશનનો વીડિયો મલેશિયાનો છે. ચીનની મશનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ વીડિયો મલેશિયાનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:મલેશિયામાં રેલવે ટ્રેક કન્સ્ટ્રક્શનનો વીડિયો ચીનના નામે વાયરલ થઈ રહ્યો... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False