પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સ્ક્રિપ્ટેડ છે. આ સત્ય ઘટના નથી, લોકોમાં જાગૃતતા લાવવા માટે આ વીડિયો બનાવવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર પાણીપુરી વેચતા એક વ્યક્તિનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક પોલીસ અધિકારી આવે છે અને પાણીપુરી વેચનારને લાત મારીને તેની પાસે પૈસા માંગે છે. પૈસા ન આપવા પર તે તેને મારવા લાગે છે. પછી એક સ્ત્રી આવે છે અને તેને મદદ કરે છે. આ ઘટનાને સાચી માનીને લોકો તેને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

M K Dodiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 જૂલાઈ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેની સાથે લખવામાં આવ્યો હતુ કે, “આ પોલીસ કર્મચારી એ પાણીપુરી ખાધ્યા પછી પાણી વાળા ભાઈ એ પૈસા માંગ્યા તો પાણી પુરી વાળા ભાઈ ને જાહેરમા માર મારવામાં આવ્યો..!! મહિલા એ પૈસા આપવાનું કીધું તો મહિલા સાથે પણ ગેરવર્તન કર્યું..!! આવાં કેટલાય પોલીસ કર્મચારીઓ રોજ મફત નું ખાઈ પી જાય છે..!! સાહેબ શું કોઈ નું ગરીબ હોવું એ ગુન્હો છે..?? #gujarat #BJP #AAP #Congress“ આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાણીપુરી વહેચનારને પોલીસ કર્મચારી દ્વારા મારમારવાની આ સત્ય ઘટના છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને 3RD EYE નામની યુટ્યુબ ચેનલ પર 26મી જૂન 2023ના રોજ અપલોડ કરવામાં આવેલો ઓરિજનલ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, આ એક સામાજિક જાગૃતિનો વીડિયો છે. વાયરલ વીડિયોનો ભાગ વીડિયોમાં 11 સેકન્ડ પછી જોઈ શકાય છે. વીડિયોના અંતમાં એક ડિસ્ક્લેમર પણ છે કે, આ ઘટનામાં કોઈ સત્ય નથી. આ માત્ર લોકોને જાગૃત કરવા માટે શેર કરવામાં આવી રહ્યું છે.

તેમજ વીડિયોના અંતમાં એક ડિસ્કલેમર પ્રાપ્ત થયુ હતુ. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટનામાં કોઈ સત્યતા નથી, આ સ્ક્રિપ્ટેડ વીડિયો છે. જે તમે નીચે વાંચી શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સ્ક્રિપ્ટેડ છે. આ સત્ય ઘટના નથી, લોકોમાં જાગૃતતા લાવવા માટે આ વીડિયો બનાવવામાં આવ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: પાણીપુરી વહેચનારને પોલીસ કર્મી દ્વારા મારમારવાનો વીડિયો સ્ક્રિપ્ટેડ છે... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False