કોરોના સમયે ત્તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા નિવેદનને હાલનું ગણાવી શેર કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ એક વર્ષ પહેલાનો છે. જેમાં તેઓ રેમડેસિવર ઇન્જેકશન અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવ્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં ઘણા જૂના વિડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક વિડિયો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તને કહેતા સાંભળી શકાય છે કે, આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને હાલમાં પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યુ કે, તમે ચૂંટણી કેમ નહિં લડો તેના જવાબમાં તેમણે કહ્યુ સીઆરને પુછો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ઈસુદાન ગઢવી Next CM નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 નવેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને હાલમાં પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યુ કે, તમે ચૂંટણી કેમ નહિં લડો તેના જવાબમાં તેમણે કહ્યુ સીઆરને પુછો.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ પ્રકારે કોઈ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હોવાના કોઈ પરિણામ પ્રાપ્ત થયા ન હતા. 

તેથી અમે ગૂગલ પર સર્ચ કરતા અમને 10 એપ્રિલ 2021ના આ પ્રેસ કોન્ફરન્સનો એક વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં આ જ પ્રેસ કોન્ફરન્સનો વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

આ પ્રેસ કોન્ફરન્સ કોરોનાની બીજી લહેર સમયની છે. જે સમયે કોરોનાનો કહેર ખૂબ હતો. જેને ત્તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગરમાં આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યુ હતુ કે, સુરતમાં ભાજપા દ્વારા 5000 રેમડેસિવર ઈન્જેક્શનની વ્યસ્થા ક્યાંથી કરવામાં આવી તેના જવાબમાં રૂપાણીએ કહ્યુ હતુ કે, “ 5000 ઈન્જેકશનની વ્યવસ્થા સી.આર કેવી રીતે કરે છે તે સી.આરને પૂછો.” આ પ્રેસકોન્ફરન્સનો વિડિયો તમે નીચે જોઈ શકો છો.

તેમજ તે સમયે મિડિયા હાઉસ દ્વારા પણ ત્તત્કાલિન સીએમ વિજય રૂપાણીના આ જવાબ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

GSTV | ARCHIVE

ગુજરાતના બે વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા ચૂંટણી નહિં લડવાની જાહેરાત કરી હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ એક વર્ષ પહેલાનો છે. જેમાં તેઓ રેમડેસિવર ઇન્જેકશન અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવ્યો હતો.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:કોરોના સમયે ત્તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા નિવેદનને હાલનું ગણાવી શેર કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False