
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ કંન્ટ્રક્શન સાઈટ મુલાકાત કરી હતી, તેમની આ મુલાકાત બાદના ફોટા સમાચારો અને સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવ્યા હતા. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે એક ફોટોગ્રાફ શેર કર્યો હતો આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ નરેન્દ્ર મોદીનો લો-એંગલથી ફોટો લેવા માટે કેમેરા પર્સન સાઇટ પર સૂઈ ગયો હતો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં એડિટ કરવામાં આવ્યુ છે, પ્રધાનમંત્રી મોદીનો ફોટો નીચેના એંગલથી લેવા માટે કેમેરામેન જમીન પર સુઇ નથી ગચો.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Azad Yoddha નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પીએમ નરેન્દ્ર મોદીનો લો-એંગલથી ફોટો લેવા માટે કેમેરા પર્સન સાઇટ પર સૂઈ ગયો હતો.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ઇન્ડિયાનેશનનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં ઓરિજનલ ફોટો મળ્યો હતો. જેમાં ક્યાંય પણ ફોટોગ્રાફર નીચે જમીન પર સુતેલો જોવા મળ્યો ન હતો. આ ફોટો તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પિયુષ ગોયલ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં પણ ઓરિજનલ ફોટો જોઈ શકાય છે.
તેમજ અમે પીએમ મોદીના ફોટોમાં ઉમેરવામાં આવેલા ફોટોને ગૂગલ પર શોધવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને આ જ ફોટો 2015માં સ્ટોકફોટો શેરિંગ વેબસાઇટ Pixabay પર અપલોડ કર્યો હતો. જે ફોટોનો મિરરઇમેજ કરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટોમાં ઉમેરવામાં આવ્યો હતો.
તેમજ ઓરિજનલ ફોટો અને એડિટેડ ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં એડિટ કરવામાં આવ્યુ છે, પ્રધાનમંત્રી મોદીનો ફોટો નીચેના એંગલથી લેવા માટે કેમેરામેન જમીન પર સુઇ નથી ગચો.

Title:વડાપ્રધાન મોદીની સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની મુલાકાતની ફોટોમાં એડિટ કરી ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…
Fact Check By: Yogesh KariaResult: False
