વર્ષ 2024માં સીએમ યોગી તેમની માતાને મળવા ગયા હતા તે ફોટોને તાજેતરનો હોવાનું જણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Missing Context રાજકીય I Political રાષ્ટ્રીય I National

સીએમ યોગી અને તેમની માતાનો વાયરલ ફોટો 16 જૂન 2024નો છે. તે સમયે, સીએમ તેમની માતાને મળવા ઋષિકેશની એઈમ્સ હોસ્પિટલમાં ગયા હતા.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ મહિને બે દિવસના કાર્યક્રમ માટે ઉત્તરાખંડના યમકેશ્વર ક્ષેત્રમાં આવેલા તેમના પૈતૃક ગામ પંચુરની મુલાકાતે ગયા હતા. હવે, આ મુલાકાતને જોડતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં, સીએમ યોગી તેમની માતાને મળતા જોઈ શકાય છે. આ ફોટોને તાજેતરનો ગણાવવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સીએમ યોગી આદિત્યનાથ તેમની માતાને હાલમાં મળવા ગયા તેનો ફોટો છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 10 ફેબ્રુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સીએમ યોગી આદિત્યનાથ તેમની માતાને હાલમાં મળવા ગયા તેનો ફોટો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ટાઇમ્સ નાઉ નવભારતની યુટ્યુબ ચેનલ પર વાયરલ ફોટોનો ઓરિજનલ વીડિયોનું લાબુ વર્ઝન મળ્યું. 16 જૂન, 2024ના રોજ અપલોડ કરાયેલા આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે સીએમ યોગી તેમની માતા સાવિત્રી દેવીને ઋષિકેશના એઇમ્સમાં મળવા ગયા હતા.

અમારી શોધ દરમિયાન, અમને આજતકની વેબસાઇટ પર એક સમાચાર અહેવાલ મળ્યો. તેમાં જણાવાયું હતું કે, મુખ્યમંત્રી યોગીની માતા પણ થોડા દિવસો પહેલા સારવાર માટે AIIMS ગયા હતા. તે સમયે તપાસ બાદ તેમને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ તેમને વધુ આંખના પરીક્ષણો માટે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમાચાર 16 જૂન, 2024ના રોજ પ્રકાશિત થયા હતા, જે દરમિયાન યુપીના મુખ્યમંત્રી અને તેમના પુત્ર, યોગી આદિત્યનાથ તેમની માતાને મળ્યા હતા.

અમને ANIની યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયોનું ટૂંકું સંસ્કરણ પણ મળ્યું. 17 જૂન, 2024ના રોજ અપલોડ કરાયેલા આ વીડિયોમાં જણાવાયું હતું કે, મુખ્યમંત્રી યોગી 16 જૂને ઋષિકેશના AIIMS ખાતે તેમની માતાને મળવા ગયા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહીં પરંતુ વર્ષ 2024નો છે. હાલમાં યોગી આદિત્યનાથે તેમની માતાને મળવા ગયા હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:વર્ષ 2024માં સીએમ યોગી તેમની માતાને મળવા ગયા હતા તે ફોટોને તાજેતરનો હોવાનું જણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Missing Context

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *