
હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિના હાથમાં બંધુક છે પરંતુ તેને તે ચલાવતા નથી આવડતી બાદમાં તેનાથી તે હથિયારથી તેના પગમાં ગોળી વાગી જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તાલિબાનને હથિયાર તો મળી ગયા પરંતુ ચલાવતા ન આવડતુ હોવાથી આ પ્રકારે પોતાના જ પગમાં ગોળી મારી દિધી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને હાલમાં અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા સાથે કોઈ લેવા-દેવા નથી. આ વિડિયો છેલ્લા 2.5 વર્ષથી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 03 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તાલિબાનને હથિયાર તો મળી ગયા પરંતુ ચલાવતા ન આવડતુ હોવાથી આ પ્રકારે પોતાના જ પગમાં ગોળી મારી દિધી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને મેક્સિકન વેબસાઈટ Lanetanoticias દ્વારા 6 ફેબ્રુઆરી 2019ના પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ વિડિયોનો સ્ક્રિન શોટ શેર કરવામાં આવ્યો હતો. આ વિડિયોમાં માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, “એકે-47 સાથે બેદરકારીને કારણે એક માણસનું જીવન અચાનક સમાપ્ત થઈ ગયું.”

તેમજ યુટ્યુબ, ટવિટર, ઈનસ્ટાગ્રામ, સહિતના સોશિયલ મિડિયામાં આ વિડિયો ફેબ્રુઆરી 2019માં અપલોડ કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમેરિકા દ્વારા અફઘાનિસ્તાન માંથી સૈનિકોને પરત બોલાવવાની જાહેરાત તારીખ 17 નવેમ્બર 2020ના કરી હતી. જ્યારે આ વિડિયો સોશિયલ મિડિયામાં પર ફેબ્રુઆરી 2019થી ઉપલબ્ધ છે. જો કે, આ વિડિયો અંગેની ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને હાલમાં અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા સાથે કોઈ લેવા-દેવા નથી. આ વિડિયો છેલ્લા 2.5 વર્ષથી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

Title:જૂના વિડિયોને તાલિબાન સાથે જોડી અને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…
Fact Check By: Yogesh KariaResult: False
