ફાટેલો ડ્રેસ પહેરીને સ્કૂલમાં બેઠેલા બાળકની તસવીર ભારતની નથી… જાણો શું છે સત્ય….

Missing Context આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

આ તસવીર ભારતની નથી પરંતુ કંબોડિયાની છે અને 2015ની છે.

ફાટેલા કપડા પહેરેલા બાળકોની અવ્યવસ્થિત ક્લાસરૂમમાં અભ્યાસ કરતી એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને પોસ્ટ શેર કરનારા યુઝર્સે દાવો કર્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફાટેલા કપડા પહેલો વિદ્યાર્થીનો આ પોટો ભારતનો છે.” 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 10 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફાટેલા કપડા પહેલો વિદ્યાર્થીનો આ પોટો ભારતનો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઇમેજના માધ્યમથી સર્ચ કરતા અમને કંબોડિયન દૈનિક, ફ્નોમ પેન્હ પોસ્ટ તરફ લઈ ગયા. જે અહેવાલ મુજબ, આ ફોટોગ્રાફ એક ગામમાં અભ્યાસ પ્રવૃત્તિ દરમિયાન લેવામાં આવ્યો હતો અને વર્ષ 2015માં કંબોડિયામાં શિક્ષણની સ્થિતિ વિશે અભિપ્રાય રજૂ કર્યો હતો.

અહેવાલમાં જણાવાયું છે કે “કંબોડિયાની રોયલ સરકારે અભ્યાસ જીવનને સરળ બનાવવા અને વિદ્યાર્થીઓના ત્યાગને પ્રોત્સાહન આપવા માટે ધોરણ 1 થી 12 સુધીની જાહેર સામાન્ય શિક્ષણ શાળાઓમાં ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનું નક્કી કર્યું છે. અગાઉ, બજેટ માત્ર નિમ્ન માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને જ આપવામાં આવતું હતું.”

અમને બીજો બ્લોગ પણ મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે આ ફોટો કંબોડિયાના ક્રેટી પ્રાંતની છે અને વર્ષ 2015માં પ્રકાશિત કરવામાં આવી હતી. 

વધુ શોધમાં અમને જાણવા મળ્યું કે CEKFAKTA નામની કંબોડિયન ફેક્ટ ચેકિંગ વેબસાઇટે પણ આ ફોટા વિશે સંપૂર્ણ માહિતી આપી છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ ફોટોગ્રાફ કંબોડિયન ગામમાં અભ્યાસ કરતી વખતે લેવામાં આવ્યો હતો અને તેનો હેતુ કંબોડિયાના ઘટી રહેલા શૈક્ષણિક સ્તરને દર્શાવવાનો હતો.

આ તસવીર 2020ની શરૂઆતમાં ઈન્ડોનેશિયાની એક શાળાના ફોટો તરીકે વાયરલ થઈ હતી. ઈન્ડોનેશિયન ફેક્ટ-ચેકિંગ વેબસાઈટ turnbackhoax.id એ તે સમયે તેને ડિબંક કરી હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ તસવીર ભારતની કોઈ શાળાના વિદ્યાર્થીની નથી પરંતુ કંબોડિયાની છે અને વર્ષ 2015ની છે. આ ફોટોને ભારત સાથે કોઈ લેવા-દેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ફાટેલો ડ્રેસ પહેરીને સ્કૂલમાં બેઠેલા બાળકની તસવીર ભારતની નથી… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Missing Context