શું ખરેખર મોદીની ભત્રીજી સાથે લૂંટ કરનાર ABVPનો સભ્ય છે….? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Raj Gondaliya Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મોદીની ભત્રીજીનુ પર્સ ચોરવાવાળો સોનુ શર્મા ABVPનો સદસ્ચ નિકળ્યો મારો દિકરો ફરી એકવાર #ચૌકિદાર જ ચોર નિકળ્યો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 165 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 173 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મોદીની ભત્રીજીના પર્સની ચોરી કરવાવાળો સોનુ શર્મા AVBPનો સદસ્ય છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેંલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.  સૌ-પ્રથમ અમે ગૂગલ પર मोदी की भतीजी का पर्श चोरी करने वाला पकड़ा गया લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોલીસે લૂંટ કરનાર બંને આરોપીની ધરપકડ કરી લીધી છે. જેમાં એકનું નામ ગૌરવ ઉર્ફે નોનુ અને બીજાનું નામ બાદલ છે. બંને આરોપીની પકડી લીધા બાદ દિલ્હી વેસ્ટના ડીસીપી મોનિકા ભાદ્રવાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવી હતી. જેમા એકપણ આરોપીનું નામ સોનુ શર્મા નથી. જે સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. 

Archive

AMAR UJJALA | ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહીને આગળ વધારી હતી અને આ કેસના તપાસનીસ અધિકારી સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બચ્ચુ સિંધ મીણાનો સંપર્ક સાધ્યો હતો તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ બંને આરોપીને નશાને આદત છે અને બંને દ્વારા આ આદતને લઈ લૂંટ અને મારપીટ કરવામાં આવી હતી. આ બંનેમાંથી કોઈ પણ આરોપી ABVP સાથે નથી જોડાયેલો.”

આમ, ઉપરોક્ત પડતાલ પરથી સાબિત થઈ ગયુ હતુ કે, આ બંને આરોપીમાંથી એક પણ આરોપી ABVP સાથે જોડાયેલો નથી. આ કેસના તપાસનીસ અધિકારીએ આ વાતને નકારી કાઢી છે. તેમજ લોકોને ભ્રામક કરવાના ઉદેશથી જ આ પ્રકારની પોસ્ટ શેર કરવામાં આવતી હોય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ બંને આરોપીમાંથી એક પણ આરોપી ABVP સાથે જોડાયેલો નથી. આ કેસના તપાસનીસ અધિકારીએ આ વાતને નકારી કાઢી છે. તેમજ લોકોને ભ્રામક કરવાના ઉદેશથી જ આ પ્રકારની પોસ્ટ શેર કરવામાં આવતી હોય છે.

Avatar

Title:શું ખરેખર મોદીની ભત્રીજી સાથે લૂંટ કરનાર ABVPનો સભ્ય છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False