શું ખરેખર ‘છપાક’ ફિલ્મમાં એસિડ ફેંકનારનું નામ રાજેશ રાખવામાં આવ્યું છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

‎‎‎Patel Babu નામના ફેસબુક યુઝર દ્વારા જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, લક્ષ્મી પર નદીમખાને એસિડ એટેક કરેલ છતા છપાક ફિલ્મમાં રાજેશ નામ બતાવી હિન્દૂઓને બદનામ કરવામા આવે છે.જેથી આ ફિલ્મ કોઇએ જોવી નહીં … આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, છપાક ફિલ્મમાં લક્ષ્મી પર જે વ્યક્તિએ એસિડ એટેક કર્યો હતો તેનું નામ નદીમખાન હોવા છતાં હિન્દુઓને બદનામ કરવા માટે તેનું નામ રાજેશ બતાવવામાં આવ્યું છે. આ પોસ્ટને 44 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 12 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 21 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ માહિતીને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ‘છપાક’ ફિલ્મમાં લક્ષ્મી પર જે વ્યક્તિએ એસિડ એટેક કર્યો હતો તેનું નામ નદીમખાન હોવા છતાં હિન્દુઓને બદનામ કરવા માટે તેનું નામ રાજેશ બતાવવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ ફિલ્મમાં જે જે લોકોએ પાત્રો ભજવ્યા છે તે સર્ચ કરતાં અમને bollywoodhungama.com પર ફિલ્મમાં કોણે કોનો રોલ કર્યો છે એ માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત માહિતી પરથી જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, છપાક ફિલ્મમાં બશીર શેખ ઉર્ફે બબ્બુનું પાત્ર અભિનેતા વિશાલ દાહિયા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. જેમાં તેણે એસિડ ફેંકનારની ભૂમિકા નિભાવી છે.

Bollywoodhungama | Archive

એનો મતલબ એ થયો કે, છપાક ફિલ્મમાં એસિડ ફેંકનારનું નામ બશીર શેખ છે તો પછી ફિલ્મમાં રાજેશ નામ કોનું છે? 

ન્યૂ ઈન્ડિયન એક્પ્રેસના રિપોર્ટ મુજબ, છપાક ફિલ્મમાં રાજેશ નામનું પાત્ર દિપીકા પદુકોણ (માલતી) ના બોયફ્રેન્ડનું છે. માલતી પર એસિડ હુમલો થયો એ પહેલા એ તેનો પ્રેમી હતો. જેનું નામ આ ફિલ્મમાં રાજેશ રાખવામાં આવ્યું છે. આ પાત્ર અભિનેતા અંકિત બિસ્ત દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, 8 જાન્યુઆરી, 2020 ના રોજ છપાક ફિલ્મનો એક સ્પેશિયલ સ્ક્રિનીંગ શો આયોજીત કરવામાં આવ્યો હતો. સ્ક્રિનીંગ પછી આ ફિલ્મ જોવાવાળા લોકો સાથે ટાઈમ્સ નાઉ દ્વારા વાતચીત કરીને ફિલ્મના પાત્રોની માહિતી લેવામાં આવી હતી. જેના અનુસાર પણ આ ફિલ્મમાં એસિડ હુમલો કરનારનું નામ બશીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ છપાક ફિલ્મમાં એસિડથી હુમલો કરનારનું નામ રાજેશ નહીં પરંતુ બશીર રાખવામાં આવ્યું છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ છપાક ફિલ્મમાં એસિડથી હુમલો કરનારનું નામ રાજેશ નહીં પરંતુ બશીર રાખવામાં આવ્યું છે.

Avatar

Title:શું ખરેખર ‘છપાક’ ફિલ્મમાં એસિડ ફેંકનારનું નામ રાજેશ રાખવામાં આવ્યું છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •