
Jaydeepkumar Kelaiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આંતકવાદીઓ હાલમાં કાશ્મીરમાં ઘુસ્યા છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ વિડિયો અંગેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે ગૂગલ પર ‘terrorist enter in Kashmir video viral’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને INDIA TODAY નો 17 જૂલાઈ 2018નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ આ વિડિયો અંગેની પડતાલ કરવામાં આવી હતી. જેમાં એક સિનિયર આર્મી ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, આ વિડિયો વર્ષ 2017માં પણ વાયરલ થયો હતો. અને તે ઉનાળાના સમયમાં કુપવારા વિસ્તારમાં શુટ કરવામાં આવ્યો હોવાનું જણાઈ રહ્યુ છે.


આમ ઉપરોક્ત વિડિયો હાલનો નહી પરંતુ જૂનો હોવાનું અમારી પડતાલમાં સાબિત થયુ છે. તેમજ હાલમાં આ પ્રકારે કોઈ ઘુષણ ખોરી થઈ હોવાનું પણ જાણવા મળ્યુ ન હતુ.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં દર્શાવવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ જૂનો હોવાનું અમારી પડતાલમાં સાબિત થાય છે.

Title:શું ખરેખર હાલમાં જમ્મુ-કાશ્મીરમાં આંતકીઓ ઘુસ્યા….? જાણો શું છે સત્ય………
Fact Check By: Yogesh KariaResult: False
