
Sant Upadhayay નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “PUNJAB ME 3 CONGRESSI TERRORIST ARRESTED WITH TRUCK WITH AK 47 -AK 56 AANKHE KHOLO INDIA” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 35 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પંજાબમાંથી પકડાયેલા ત્રણેય આંતકવાદી કોંગ્રેસી છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ “पंजाब में ३ आंतकी AK47 के साथ पकडे गए” પર લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પંજાબ-જમ્મુ કશ્મીર બોર્ડર પરથી ટ્રકમાં હથિયાર સાથે ત્રણ આંતકવાદીઓને પકડવામાં આવ્યા હતા. પરંતુ તેમાં ક્યાંય ઉલ્લેખ ન હતો કે, આ ત્રણેય આંતકવાદી કોંગ્રેસના છે. તમામ મિડિયા હાઉસ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.


ત્યારબાદ અમને આ અંગે જમ્મુ-કશ્મીર પોલીસના કઠુઆના SSP શ્રીધર પાટીલ દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ પ્રાપ્ત થઈ હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ત્રણેય આંતકવાદી બેન્ડ ટેરર ઓર્ગેનાઈઝેશન જમાત-ઐ-ઈસ્લામના હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે સાંભળી શકો છો.
આમ, ઉપરોક્ત પડતાલ પરથી સાબિત થાય છે કે, પક્ડાયેલા ત્રણેય આંતકવાદી કોંગ્રેસના નહીં પરંતુ બેન્ડ ટેરર ઓર્ગેનાઈઝેશન જમાત-ઐ-ઈસ્લામ ના છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પક્ડાયેલા ત્રણેય આંતકવાદી કોંગ્રેસના નહીં પરંતુ બેન્ડ ટેરર ઓર્ગેનાઈઝેશન જમાત-ઐ-ઈસ્લામ ના છે.

Title:શું ખરેખર પકડાયેલા ત્રણ આંતકવાદી કોંગ્રેસી છે…? જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
