
Indian YOUTH POWER નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “अभी अभी *आबूरोड* मोहनपुर मोड़ NH133 पर खतरनाक एक्सीडेंट जिसमें 22 लोगों की मौत हो गई है और करीब 10 घायल हो गए हैं तो इसलिए आपसे विनम्र निवेदन है कि इस पोस्ट को ज्यादा से ज्यादा शेयर करें की जिनका परिवार इंतजार कर रहे हैं उन्हें पता चल जाएँ धन्यवाद जी” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, હાલમાં રાજસ્થાનમાં આ પ્રકારે અકસ્માત સર્જાયો છે. જેમાં 22 લોકોના મોત થયા છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતું કે, આ અક્સમાત 18 જૂલાઈ 2018માં અજમેરમાં થયો હતો. જેમાં 12 લોકોના મોત થયા હતા. જે સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.


આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો અને માહિતિ હાલમાં થયેલા અકસ્માતની નહીં પરંતુ વર્ષ 2018માં અજમેરમાં થયેલા અકસ્માતની છે. જેમાં 12 લોકોના મૃત્યુ થયા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો અને માહિતિ હાલમાં થયેલા અકસ્માતની નહીં પરંતુ વર્ષ 2018માં અજમેરમાં થયેલા અકસ્માતની છે. જેમાં 12 લોકોના મૃત્યુ થયા હતા.

Title:શું ખરેખર હાલમાં રાજસ્થાનમાં અકસ્માતમાં 22 લોકોના મોત થયા છે….? જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
