શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં જયલલિતા સાથે જે મહિલા દેખાય છે એ હાલના નાણાંમંત્રી નિર્મલા સીતારામન છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટોમાં જયલલિતા સાથે જે મહિલા નજરે પડી રહી છે એ હાલના નાણાંમંત્રી નિર્મલા સીતારામન છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં જયલલિતા સાથે જે મહિલા નજરે પડી રહી છે એ નિર્મલા સીતારામન નહીં પરંતુ તમિલ લેખિકા શિવશંકરી છે. આ ફોટોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rtn Ramesh Karia નામના ફેસબુક યુઝર દ્વારા 10 ફેબ્રુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષમકમાં એવું લખવામાં આવ્યું છે કે, A rare photo of Jayalalita and our present Finance Minister Nirmala Sitharaman. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જયલલિતા સાથે જે મહિલા દેખાઈ રહી છે એ હાલના નાણાંમંત્રી નિર્મલા સીતારામન છે.

screenshot-www.facebook.com-2021.02.18-21_21_56.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે જયલલિતા અને નિર્મલા સીતારામનની થોડી માહિતી મેળવી હતી. જેના પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, જયલલિતાનો જન્મ કર્ણાટકમાં અને નિર્મલા સીતારામનનો જન્મ મદુરાઈ ખાતે થયો હતો. આ ઉપરાંત બંનેની ઉંમર વચ્ચે પણ 11 વર્ષનું મોટું અંતર છે.

જયલલિતાનો જન્મ 24 ફેબ્રુઆરી, 1948 તેમજ નિર્મલા સીતારામનનો જન્મ 18 ઓગષ્ટ, 1959 ના રોજ થયો હતો.

નીચે તમે પોસ્ટમાં નિર્મલા સીતારામનનો કિશોરાવસ્થાનો ફોટો અને પોસ્ટમાં જયલલિતા સાથેની મહિલાના ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો. આ બંનેના ચહેરા સ્પષ્ટપણે અલગ-અલગ દેખાઈ રહ્યા છે.

screenshot-docs.google.com-2020.06-13-1.png

ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં જયલલિતાની સાથે દેખાતી મહિલા કોણ છે? એ જાણવા માટે ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને For The Love of Sari નામના ફેસબુક પેજ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો પ્રાપ્ત થયો હતો. જેના પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, જયલલિતાની સાથે દેખાઈ રહેલી મહિલા તમિલ લેખિકા શિવશંકરી છે.

screenshot-www.facebook.com-2021.02.18-21_36_40.png

Archive

આજ માહિતી સાથેની અન્ય એક ફેસબુક પોસ્ટ પણ તમે અહીં જોઈ શકો છો. 

અમારી વધુ તપાસમાં અમને vintageindianclothing.com નામની વેબસાઈટ પરથી એ જાણવા મળ્યું હતું કે, આ ફોટો સ્ટિલ્સ રવિ દ્વારા લેવામાં આવ્યો હતો.

screenshot-vintageindianclothing.com-2021.02.18-21_45_39.png

Archive

વધુમાં અમને જયલલિતા અને લેખિકા શિવશંકરીના મિત્રતાના અન્ય કેટલાક ફોટો dtnext.in નામની વેબસાઈટ પર પ્રાપ્ત થયા હતા. 

201812060851179226_The-Jaya-we-never-knew-She-was-called-Ammu-and_S.gif

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં જયલલિતા સાથે જે મહિલા નજરે પડી રહી છે એ નિર્મલા સીતારામન નહીં પરંતુ તમિલ લેખિકા શિવશંકરી છે.

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં જયલલિતા સાથે જે મહિલા દેખાય છે એ હાલના નાણાંમંત્રી નિર્મલા સીતારામન છે…?

Fact Check By: Vikas Vyas 

Result: False