શું ખરેખર હિન્દુ મહિલાને હિજાબ ન પહેરવા બદલ બાંગ્લાદેશમાં મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

આ ઘટનામાં પીડિત મહિલા મુસ્લિમ છે અને પોલીસના જણાવ્યા અનુસાર તે કિન્નર છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પુરુષોની ભીડ એક મહિલાને ઘેરીને લાકડી વડે માર મારી રહી છે. અને કાન પકડીને બેસવા માટે દબાણ કરી રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બાંગ્લાદેશમાં કટ્ટરપંથી ઓ દ્વારા […]

Continue Reading

વીડિયોમાં બિકીની પહેરેલી મહિલા પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન નથી… જાણો શું છે સત્ય…

આ વીડિયોમાં દેખાતી મહિલા ભારતીય મોડલ રેણુ કૌશલ છે, પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન નથી. ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે એક મહિલાને બિકીનીમાં જોઈ શકો છો. દાવો કરવામાં આવી રહ્યો છે કે તે પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન છે. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે ભારતમાં મુસ્લિમ સમુદાય મહિલાઓને હિજાબમાં રાખવાની […]

Continue Reading

શું ખરેખર હિજાબને લઈ બાળકોના નાટકનો આ વીડિયો દિલ્હીન શાળાનો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો દિલ્હીની શાળાનો નહીં પરંતુ ગત વર્ષનો લખનઉંની શાળાનો છે. એક સ્કૂલમાં મંચાયેલા નાટકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ભારત માતાનો વેશ ધારણ કરેલી એક બાળકી જોવા મળી રહી છે, જેના માથા પરથી કેટલાક બાળકો ભારત માતાનો મુગટ હટાવતા અને તેના પર સફેદ કપડું બાંધતા જોવા મળે […]

Continue Reading

શું ખરેખર કર્ણાટક કોર્ટે હિજાબ તરફી અરજદારોનો બચાવ કરતા વકીલ પર પ્રતિબંધ મૂક્યો…? જાણો શું છે સત્ય…

કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીનો એક વિડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. તેમાં એક જજ વકીલને ઠપકો આપી રહ્યા છે. આ વિડિયોને હાલમાં કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ સાથે જોડવામાં આવી રહ્યો છે. અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કર્ણાટક હાઈકોર્ટના એક ન્યાયાધીશે હિજાબ તરફી અરજી કરનારાઓનો બચાવ કરતા મુસ્લિમ વકીલની […]

Continue Reading

ટીવી અભિનેત્રી ઉર્ફી ગીતકાર જાવેદ અખ્તરની પુત્રી નથી, જાણો શું છે સત્ય….

બિગ બોસ (OTT) ફેમ ઉર્ફે જાવેદ ફરી એકવાર ફેક ન્યૂઝ પર ટ્રોલ થઈ રહી છે. ઉર્ફીને ગીતકાર જાવેદ અખ્તરની પુત્રી ગણાવતા, તેના ગ્લેમરસ પોશાકનો એક વિડિયો હિજાબ વિવાદ સાથે જોડી શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી મહિલા ગીતકાર […]

Continue Reading

બુરખા પહેરેલા દારૂના દાણચોરની ધરપકડનો વિડિયો બુરખા તરફી આંદોલનકારીની તાજેતરની ધરપકડ તરીકે શેર કરવામાં આવ્યો….

સોશિયલ મિડિયા ચાલુ હિજાબ વિવાદથી સંબંધિત ગેરમાર્ગે દોરનારી અને ખોટી ઘણી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. વાયરલ થઈ રહેલી આવી બીજી પોસ્ટમાં એક વિડિયોનો સમાવેશ થાય છે જેમાં એક પોલીસકર્મી બુરખા પહેરેલા વ્યક્તિને તેમનો ચહેરો બતાવવા માટે કહે છે અને તે વ્યક્તિ આદેશનું પાલન કરે છે. અન્ય ત્રણ લોકો પણ જોવા મળે છે. તે […]

Continue Reading

શું ખરેખર રાખી સાવંતે હિજાબ પહેરીને કર્ણાટક ખાતે ચાલી રહેલા હિજાબ વિવાદને સમર્થન આપ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેત્રી રાખી સાવંતના હિજાબ પહેરેલા ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કર્ણાટક ખાતે ચાલી રહેલા હિજાબ વિવાદને અભિનેત્રી રાખી સાવંતે હિજાબ પહેરીને સમર્થન કર્યું તેના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર બીજેપી કાર્યકર્તાઓ સાથેની મારપીટનો આ વિડિયો કર્ણાટકનો છે…? જાણો શું છે સત્ય….

કર્ણાટક ચાલી રહેલા હિજાબના વિવાદને લઈ સમગ્ર રાજ્યમાં માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. આ પૃષ્ટભૂમિ પર સોશિયલ મિડિયામાં 2 વિડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ભાજપાનો ખેસ પહેરેલા બે વ્યક્તિને લોકો માર મારી રહ્યા હોવાનું જોવા મળે છે.  આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કર્ણાટકના બીડરમાં હિજાબનો વિરોધ કરવા આવેલા […]

Continue Reading

Karnataka: શિમોગાની સરકારી કોલેજમાં ત્રિરંગો હટાવી ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો નથી…

કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા હિજાબ પહેરવાનો મામલો ગરમાયો છે. હિજાબ વિવાદને કારણે મંગળવારે રાજ્યના વિવિધ શહેરોમાં હિંસા પણ શરૂ થઈ હતી. શિમોગા શહેરની સરકારી કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓ પોલ પર ભગવો ધ્વજ ફરકાવતા હોવાનો વિડિયો પણ સામે આવ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિદ્યાર્થીઓએ કોલેજમાં ત્રિરંગો ઝંડો ઉતારીને ભગવો […]

Continue Reading