વર્ષ 2017ના વિડિયોને હાલનો બતાવી ખોટા ઉદેશ સાથે ફેલાવવામાં આવી રહ્યો છે….

Partly False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Sharif Kanuga નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Surat Virar Memu Train. કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ???” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 334 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. 32 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1200 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે. “આ વિડિયો હાલનો સુરત-વિરાર મેમુ ટ્રેન છે.” 

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “સુરત-વિરાર મેમુ ટ્રેનનો વિડિયો વાયરલ” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ વિડિયો અંગેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ રિવેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને TRUSH GANDHI નામના ટ્વિટર યુઝર દ્વારા તારીખ 14 ઓક્ટોબર 2017ના પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવેલો છે તે જ વિડિયો અમને પ્રાપ્ત થયો હતો. અને તેના શીર્ષકમાં લખ્યુ હતુ કે “@ PiyushGoyalsir its surattonavsari new virar memu convrted frm virarshuttle Plzsee nd then think what our prblem.Plztakesme correctiveaction” આ વિડિયો તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

આ સિવાય પણ અન્ય એક વિડિયો 14 ઓક્ટોબર 2017ના મુકવામાં આવ્યો હતો તે પણ તમે નીચે જોઈ સકો છો. 

ARCHIVE

લોકોની આ મુશકેલી અંગે નવસારીના સાંસદ સીઆર પાટીલ દ્વારા તે સમયે તત્કાલિન કેન્દ્રિય રેલ મંત્રી પીયુષ ગોયલને પત્ર લખી મુસાફરોની મુશ્કેલીઓ દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી. જે પત્ર તમે નીચે વાંચી શકો છો. 

તેમજ 15 ઓક્ટોબર 2017ના BHASKAR.COM દ્વારા ટ્રેનના વિડિયો અંગે એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે વાંચી શકો છો. 

BHASKAR | ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, આ વિડિયો હાલનો નથી તેથી અમે અમારી પડતાલને વધૂ મજબૂત કરવા સુરત રેલવે સ્ટેશનના ડાયરેક્ટર સી આર ગરૂડા સાથે અમે વાત કરી હતી અને વિડિયો અંગેની માહિતી પૂછતા અમને જણાવ્યુ હતુ કે, “આ વર્ષ 2017નો વિડિયો છે. જ્યારે સુરત-વિરાર મેમુ ટ્રેન શરૂ કરવામાં આવી ત્યારે આ પ્રકારની ભિડ રહેતી હતી. પરંતુ બાદમાં લોકોની ભીડના ઘસારાને લઈ આ ટ્રેનની સાથે જ બીજી સુરત – વાપી – વલસાડ ટ્રેન પણ શરૂ કરવામાં આવી હતી અને અત્યારે પણ આ ટ્રેન ચાલુ જ છે. અને આવા દ્રશ્યો ક્યારેય સર્જાતા નથી.”

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો તે વિડિયો વર્ષ 2017નો છે. ત્યારબાદ તંત્ર દ્વારા આ જ રૂટ પર અન્ય એક ટ્રેન શરૂ કરવામાં આવી છે અને મુસાફરોની હાલાકી દૂર કરવામાં આવી છે. હાલમાં આ પ્રકારના દ્રશ્યો ક્યારેય સર્જાતા ન હોવાનું સ્ટેશન ડાયરેક્ટર સી.આર.ગરૂડાએ અમને જણાવ્યુ હતુ. 

પરિણામ

આમ. અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સુરત – નવસારી મેમુ ટ્રેન તો છે. પરંતુ વિડિયો વર્ષ 2017નો છે. ત્યારબાદ તંત્ર દ્વારા આ જ રૂટ પર અન્ય એક ટ્રેન શરૂ કરવામાં આવી છે અને મુસાફરોની હાલાકી દૂર કરવામાં આવી છે. હાલમાં આ પ્રકારના દ્રશ્યો ક્યારેય સર્જાતા ન હોવાનું સ્ટેશન ડાયરેક્ટર સી.આર.ગરૂડાએ અમને જણાવ્યુ હતુ.

Avatar

Title:વર્ષ 2017ના વિડિયોને હાલનો બતાવી ખોટા ઉદેશ સાથે ફેલાવવામાં આવી રહ્યો છે….

Fact Check By: Yogesh Karia 

Result: Partly False