
GujjuRocks – ગુજ્જુરોક્સ નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘આ કરોડપતિ ક્રિકેટરના પિતા આજે પણ બિસ્કિટ વહેંચવા પર છે મજબુર, કારણ છે ખૂબ જ હેરાન કરી દેનારું’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1900થી વધુ લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 38 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 39 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પુર્વ શ્રિલંકન ખેલાડી મુરલીધરન કરોડપતિ હોવા છતા પિતા બિસ્કિટ વહેંચવા માટે મજબૂર છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.


ઉપરોક્ત પરિણામો પરથી અમને દૈનિક ભાસ્કર.કોમ દ્વારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેમાં તેમના એક સમાચાર પત્રના હવાલાથી તેમના પિતાનું નિવેદન જણાવવામાં આવ્યુ હતુ, તેઓ તેમના પુત્રના નામનો ઉપયોગ એટલા માટે નથી કરતા કારણ કે, તેમના પુત્ર એટલે કે, મુરલીધરન શ્રીલંકાની એક મોટી બિસ્કિટ કંપનીના એન્ડોર્સમેન્ટ છે, તેઓ નથી ઈચ્છતા કે મુરલીધરનને થતી આવક બંધ થાય.
તેમજ 2 Minute News Today દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં પણ દૈનિક ભાસ્કરમાં જે વિગતો જણાવવામાં આવી હતી, તે જ વિગતો જણાવવામાં આવી હતી. જે આપ નીચે સાંભળી શકો છો.

ત્યારબાદ મુરલીધરનના પિતાની કંપની વિશે પણ જાણવું જરૂરી હતુ. જૂદા-જૂદા કી-વર્ડથી સર્ચ કરતા અમને ઈન્ડિયાટાઈમ્સનો એક અહેવાલ અમને પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, મુરલીધરનના પિતાની ફેક્ટરીમાં 200થી વધુ લોકો કામ કરી રહ્યા છે, તેમજ તેમની કંપની શ્રીલંકાની ત્રીજી સૌથી મોટી બિસ્કિટ બનાવતી મેન્યુફેક્ચર કરતી કંપની છે. જે આપ નીચે વાંચી શકો છો.
આમ, ઉપરોક્ત સંશોધનથી એ સાબિત થાય છે કે, મુરલીધરનના પિતા વર્ષોથી બિસ્કિટ બનાવવાની ફેક્ટરી ચલાવી રહ્યા છે. તેઓની ફેક્ટરી શ્રીલંકાની ત્રીજી સૌથી મોટી ફેક્ટરી છે જે બિસ્કિટ બનાવી રહી છે. તેઓને બિસ્કિટ વહેચવા માટે મજબુર નથી થયા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, મુરલીધરનના પિતા વર્ષોથી બિસ્કિટ બનાવવાની ફેક્ટરી ચલાવી રહ્યા છે. તેઓની ફેક્ટરી શ્રીલંકાની ત્રીજી સૌથી મોટી ફેક્ટરી છે જે બિસ્કિટ બનાવી રહી છે. તેઓને બિસ્કિટ વહેચવા માટે મજબુર નથી થયા.

Title:શું ખરેખરપુર્વ શ્રીલંકન ખેલાડી મુરલીધરનના પિતા બિસ્કિટ વહેંચવા મજબૂર છે…? જાણો શું છે સત્ય……
Fact Check By: Yogesh KariaResult: False
