ક્રિકેટર ક્રિસ ગેલના આંતરરાષ્ટ્રિય ક્રિકેટ માંથી નિવૃતિને લઈ સમાચારનો વિશેષ અહેવાલ..

Explainer Sports આંતરરાષ્ટ્રીય I International

હાલમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝના પ્લેયર દ્વારા નિરાશા જનક પરફોર્મન્સ કરવામાં આવ્યુ છે. આ વર્લ્ડ કપના અંતિમ મેચમાં ડ્રેન બ્રેવો દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી નિવૃતી જાહેર કરવામાં આવી હતી. તેની સાથે ક્રિસ ગેલને પણ સન્માન આપવામાં આવ્યુ હતુ. 

ક્રિસ ગેલ દ્વારા વર્લ્ડ કપની અંતિમ મેચ દરમિયાન પોતાના સ્વભાવ મુજબ ક્રિકેટ મેચને એન્જોય કર્યો હતો અને જેમ કોઈ ક્રિકેટર પોતાનો અંતિમ મેચ રમી રહ્યો હોય તેમ ગ્રાઉન્ડ માંથી વિદાય લીધી હતી. જે તમે હોટસ્ટારની હાઈલાઈટસમાં જોઈ શકો છો.

જો કે, આ મેચ બાદ ઘણા લોકો અને સંસ્થાનો દ્વારા ક્રિસ ગેલ દ્વારા નિવૃતી લેવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

Archive

પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી દ્વારા પણ ક્રિસ ગેલને અભિનંદન આપવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ગુજરાતી મિડિયામાં પણ ક્રિસ ગેલને લઈ અહેવાલ પ્રસારિત થયા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કેરેબિયન પ્લેયર ક્રિસ ગેલ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી નિવૃતી જાહેર કરવામાં આવી હતી અને તે પોતાનો છેલ્લો મેચ રમ્યો હતો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. ક્રિસ ગેલ દ્વારા આંતરરાષ્ટ્રીય નિવૃતી જાહેર કરવામાં આવી નથી. તેણે જણાવ્યુ હતુ કે, તે પોતાનો અંતિમ મેચ જૈમકામાં રમવા માંગે છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ગુજ્જુ કાઠિયાવાડી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 નવેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જે પોસ્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કેરેબિયન પ્લેયર ક્રિસ ગેલ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી નિવૃતી જાહેર કરવામાં આવી હતી અને તે પોતાનો છેલ્લો મેચ રમ્યો હતો.”

Facebook | Fb post Archive | Fb Article archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને દિવ્ય ભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ક્રિસ ગેલે નિવૃત્તિ નથી લીધી, છેલ્લા વર્લ્ડકપની મજા લેતો હતો ક્રિસ ગેલ, કહ્યું- જમૈકામાં પોતાની છેલ્લી મેચ રમવા ઈચ્છું છું.”

Divyabhaskar | Archive

ANI દ્વારા પણ આ અંગે ખુલાસો કરતા વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “હજુ નિવૃત્ત થયો નથી, જમૈકામાં વિદાયની રમત રમવા માંગુ છુંઃ ગેલ”

ANI NEWS | ARCHIVE

India Today, NDTV, FreePressjournal,  સહિતના મિડિયા હાઉસ દ્વારા આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા અને ક્રિસ ગેલ દ્વારા નિવૃતી ન લેવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. 

તેમજ ક્રિસ ગેલ દ્વારા મેચ બાદ આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં પણ તેણે જણાવ્યુ હતુ કે, “તે અસાધારણ કારકિર્દી રહી છે. મેં કોઈ નિવૃત્તિની જાહેરાત કરી નથી પરંતુ તેઓ મને જમૈકામાં મારા ઘરની ભીડની સામે જવા માટે એક રમત આપે, પછી હું કહી શકું છું “હે મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર.” જોઈએ, નહી તો હું લાંબા સમય સુધી તેની જાહેરાત કરીશ અને પછી હું બેકએન્ડમાં ડીજે બ્રાવો સાથે જોડાઈશ અને દરેકનો આભાર માનીશ પરંતુ હું હજી સુધી તે કહી શકતો નથી. હું આજે થોડી મજા કરી રહ્યો હતો. જે બન્યું તે બધું બાજુ પર મૂકો. હું માત્ર સ્ટેન્ડમાં ચાહકો સાથે વાતચીત કરી રહ્યો હતો અને માત્ર એ જોઈને થોડી મજા કરી રહ્યો હતો કારણ કે આ મારી છેલ્લી વર્લ્ડ કપ ગેમ હશે. જ્યારે અમે રમતો હારીએ છીએ અને અમને પરિણામ મળતું નથી ત્યારે તે ખરેખર ખરાબ થાય છે અને ચાહકો મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે હું એક મનોરંજન કરનાર છું. જ્યારે મને તેમનું મનોરંજન કરવાની તક મળતી નથી ત્યારે તે ખરેખર મને ઘણું નુકસાન પહોંચાડે છે.”

archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. ક્રિસ ગેલ દ્વારા આંતરરાષ્ટ્રીય નિવૃતી જાહેર કરવામાં આવી નથી. તેણે જણાવ્યુ હતુ કે, તે પોતાનો અંતિમ મેચ જૈમકામાં રમવા માંગે છે.

Avatar

Title:ક્રિકેટર ક્રિસ ગેલના આંતરરાષ્ટ્રિય ક્રિકેટ માંથી નિવૃતિને લઈ સમાચારનો વિશેષ અહેવાલ..

By: Yogesh Karia 

Result: Explainer