નવપરિણીત યુગલ વચ્ચે સ્ટેજ પર જ મારામારીનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

Missing Context સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક નવપરિણીત યુગલનો સ્ટેજ પર મારામારીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક નવપરિણીત યુગલે જાહેરમાં જ બધાની વચ્ચે એકબીજાને લાફા ઝીંકી દીધા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાસ્ય માટે બનાવવામાં આવેલો સ્ક્રીપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

કહે ગુજરાત નામના ફેસબુક પેજ દ્વારા 28 એપ્રિલ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આયું છે કે, સ્ટેજ પર જ વર-કન્યા બેકાબૂ થઈ ગયા, એકબીજા પર વરસ્યા થપ્પડ #love #video #groom #bride #slapping #stage. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક નવપરિણીત યુગલે જાહેરમાં જ બધાની વચ્ચે એકબીજાને લાફા ઝીંકી દીધા તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને આજ વીડિયો AVI MUSIC નામની યુટ્યુબ ચેનલ પર 5 એપ્રિલ, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથેના લખાણમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે, આ વીડિયોમાં પતિ-પત્ની સ્વયંવરમાં લડી રહ્યા છે. તેમજ આ મૈથિલી કોમેડી દર્શાવતો વીડિયો છે. આ વીડિયોને વીડિયોને #maithilicomedy #ishikacomedy #laduwacomedy જેવા ટૅગ્સ સાથે શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયો સાથે એ પણ માહિતી આપવામાં આવી છે કે, આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે. જેનું નિર્દેશન અરુણ વિજૈયા દ્વારા કરવામાં આવ્યું છે. આ સ્ક્રીપ્ટેડ શૂટ વીડિયોમાં ઈશિકા, અભિનાશ ઝા, ગજેન્દ્ર ગજ્જુ, પીફી અને લવલી નામના કલાકારોએ અભિનય કર્યો છે.

વધુમાં અમને જાણવા મળ્યું હતું કે, AVI MUSIC ચેનલ મૈથિલી કોમેડી નામની અન્ય ચેનલ સાથે સંકળાયેલી છે. ફેક્ટ ક્રેસેન્ડોએ ઈમેલ દ્વારા મૈથિલી કોમેડી ચેનલના સંજય ભુજેલ નામના ટેકનિશિયનનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યું હતું કે, વાયરલ વીડિયો વાસ્તવિક ઘટના નથી. તે એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે. તે કોમેડી વીડિયોનો એક ભાગ છે અને આવા કેટલાય વીડિયો છે. અમે એક મહિના પહેલા સેટ બનાવ્યો અને આ વીડિયો શૂટ કર્યો હતો. આ વીડિયોના અભિનેતાનું નામ છે ઈશિકા ભુજેલ અને અભિનાશ ઝા. આ બંને નેપાળના જનકપુરના રહેવાસી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાસ્ય માટે બનાવવામાં આવેલો સ્ક્રીપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:નવપરિણીત યુગલ વચ્ચે સ્ટેજ પર જ મારામારીનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context