શું ખરેખર તાજેતરમાં મસ્જિદમાં લાઉડસ્પીકર બંધ કરાતાં મુસ્લિમ સમુદાયના લોકોએ રસ્તા પર નમાજ અદા કરી…? જાણો શું છે સત્ય….

Communal Missing Context

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો દ્વારા જાહેરમાં રસ્તા પર નમાજ અદા કરતા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મસ્જિદમાં નમાજ વખતે લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરવાના વિકલ્પ સ્વરુપે મુસ્લિમ સમુદાયના લોકોએ રસ્તા પર જાહેરમાં નમાજ અદા કરી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા જાહેરમાં રસ્તા પર અલ્લાહની પ્રાર્થના કરવાનો આ વીડિયો વર્ષ 2020માં પશ્ચિમ બંગાળ ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલમાં ચાલી રહેલા લાઉડસ્પીકર વિવાદ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sampurna Samachar Seva નામના ફેસબુક પેજ દ્વારા 27 એપ્રિલ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હમ નહીં સુધરેંગે : લાઉડસ્પીકર નો વિકલ્પ…. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મસ્જિદમાં નમાજ વખતે લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરવાના વિકલ્પ સ્વરુપે મુસ્લિમ સમુદાયના લોકોએ રસ્તા પર જાહેરમાં નમાજ અદા કરી તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 20 એપ્રિલ, 2020 ના રોજ વરદા ખાન નામના એખ ફેસબુક યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી છે કે, મુસ્લિમ માન્યતા અનુસાર અજાન કર્યા પછી ઈશા કોઈ પણ સ્થળ પર કોઈ પણ પ્રકારની બિમારીને વધવાની સંભાવના ઘટાડે છે. આ લોકો એજ કરી રહ્યા છે. તેઓ નમાજ નથી કરી રહ્યા. તે લોકોએ એકબીજા વચ્ચે સામાજીક અંતર પણ જાળવી રાખ્યું છે. 

વીડિયો સાથેની માહિતીમાં એ પણ જાણવા મળ્યું કે, આ વીડિયો કોવિડ 19 ના લોકડાઉન દરમિયાન શૂટ કરવામાં આવ્યો છે.

પોસ્ટમાં મૂકવામાં આવેલા આ વીડિયોને ધ્યાનથી જોયા પછી અમને પાછળના ભાગમાં એક બોર્ડ પર ‘હાવરા’ લખેલું જોવા મળ્યું અને દુકાનોનો પિન કોડ ‘7’ થી શરૂ થાય છે. અમને જાણવા મળ્યું કે, પૂર્વ ભારતમાં વપરાતો પિન કોડ 7 પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને ઉત્તર પૂર્વના રાજ્યો માટે છે. અમે ડૉ. એન. રાય હોમિયોપેથી ક્લિનિક નામનું ક્લિનિક પણ મળી આવ્યું હતું. વધુ તપાસમાં અમને જાણવા મળ્યું કે, આ ક્લિનિક હાવડા, પશ્ચિમ બંગાળમાં આવેલું છે.

અમને વધુ તપાસમાં બાંગ્લા અને અંગ્રેજી ભાષામાં “શિમલા બિરયાની” નામની બિરયાનીની દુકાન પણ મળી. ત્યાર બાદ અમે Zomato પર દુકાન સર્ચ કરતાં જાણવા મળ્યું કે, આ દુકાન પિલખાના, ઉત્તર હાવડા, પશ્ચિમ બંગાળ ખાતે આવેલી છે. નીચે તમે વાયરલ વીડિયોમાં દેખાતા બોર્ડ અને Zomato પરના સાઈનબોર્ડના ફોટો વચ્ચેની સમાનતા જોઈ શકો છો.

વાયરલ વીડિયોમાં અમે વાદળી અને સફેદ પટ્ટાવાળી રેલિંગ જોઈ. આ સમગ્ર પશ્ચિમ બંગાળ રાજ્યમાં જે જોવા મળે છે તેના જેવી જ છે. નીચે તમે બંને વચ્ચેની સમાનતા જોઈ શકો છો.

ફેક્ટ ક્રેસેન્ડોએ ડૉ. એન. રાયનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, આ વીડિયો હાવડાનો છે, જે 2020 ની ઘટના દર્શાવે છે. કોવિડ-19 ને કારણે લોકડાઉનના પ્રથમ તબક્કા દરમિયાન પિલખાનાની મસ્જિદો બંધ કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા જાહેરમાં રસ્તા પર અલ્લાહની પ્રાર્થના કરવાનો આ વીડિયો વર્ષ 2020માં પશ્ચિમ બંગાળ ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલમાં ચાલી રહેલા લાઉડસ્પીકર વિવાદ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર તાજેતરમાં મસ્જિદમાં લાઉડસ્પીકર બંધ કરાતાં મુસ્લિમ સમુદાયના લોકોએ રસ્તા પર નમાજ અદા કરી…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False

Leave a Reply