શું ખરેખર ગુજરાતી ફિલ્મોના અભિનેતા ફિરોઝ ઈરાનીનું થયું અવસાન…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

‎‎મોજીલો ગુજરાતી . નામના ફેસબુક પેજ દ્વારા 17 ઓક્ટોમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગુજરાતી એવા ફિલ્મી જગતના ખલનાયક મહાન અભિનેતા એવા જેમણે આજ સુધી Dhollywood ને જીવંત રાખ્યું છે એવા #શ્રી_ફિરોજ_સાહેબ_ઈરાની નું આજે દુઃખદ અવસાન થયું છે. ભગવાન તેમની આત્મા. ને શાંતિ આપે અને તેમના પરિવાર ને આં દુખ સહન કરવાની શક્તિ આપે?? આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતી ફિલ્મોના અભિનેતા ફિરોઝ ઈરાનીનું અવસાન થયું. આ પોસ્ટને 610 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 400 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 72 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.10.18-13_38_31.png

Facebook Post | Archive | Photo Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ ફિરોઝ ઈરાનીનું અવસાન સર્ચ કરતાં અમને iamgujarat.com દ્વારા 18 ઓક્ટોમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં ગુજરાતી ફિલ્મોના અભિનેતા ફિરોઝ ઈરાનીના અવસાનની માહિતી ફક્ત એક અફવા જ છે એવું સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું. તેમજ આ ઉપરાંત ફિરોઝ ઈરાની દ્વારા પોતે પણ એક વીડિયો દ્વારા તેઓ જીવિત છે એવી સ્પષ્ટતાકરવામાં આવી છે. જે અંગેના સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.iamgujarat.com-2019.10.19-00_53_54.png

Archive

આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમને ટીવી9 ગુજરાતી દ્વારા પણ 18 ઓક્ટોમ્બર, 2019 ના રોજ ફિરોઝ ઈરાનીના મૃત્યુના સમાચાર એક અફવા જ છે એવી માહિતી આપતા સમાચાર તેમની યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં ફિરોઝ ઈરાનીનું ઈન્ટરવ્યુ પણ લેવામાં આવ્યું હતું. આ ઈન્ટરવ્યુમાં ફિરોઝ ઈરાની પોતે લોકોને એ બતાવી રહ્યા છે કે, હું જીવું છું અને એકદમ હેમખેમ છું, મારા મૃત્યુના સમાચાર એક અફવા માત્ર છે. સોશિયલ મીડિયાનો આ પ્રકારે દૂર ઉપયોગ ન કરવાની પણ સલાહ આપી હતી. તેમજ તેઓએ આ ઘટના અંગે સરકારને કાયદેસરની કાર્યવાહી કરવાની પણ અપીલ કરી હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

સોશિયલ મીડિયા પર ગુજરાતી ફિલ્મોના અભિનેતા ફિરોઝ ઈરાનીના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતાં તેઓએ પોતે આ અંગે વીડિયો દ્વારા સ્પષ્ટતા કરવી પડી હતી કે, તેઓ જીવે છે અને હેમખેમ છે. આ વીડિયો તમે નીચો જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગુજરાતી ફિલ્મોના અભિનેતા ફિરોઝ ઈરાનીનું અવસાન નથી થયું તે જીવિત છે અને હેમખેમ છે. જેની સ્પષ્ટતા ફિરોઝ ઈરાની દ્વારા કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગુજરાતી ફિલ્મોના અભિનેતા ફિરોઝ ઈરાનીનું અવસાન નથી થયું તે જીવિત છે અને હેમખેમ છે. જેની સ્પષ્ટતા ફિરોઝ ઈરાની દ્વારા કરવામાં આવી હતી.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર ગુજરાતી ફિલ્મોના અભિનેતા ફિરોઝ ઈરાનીનું થયું અવસાન…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False