શું ખરેખર રામાયણ સિરિયલમાં રાવણનું પાત્ર ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું અવસાન થયું…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Himesh Bhagat નામના ફેસબુક યુઝર દ્વારા 3 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, રામાયણ મા રાવણ નો રોલ કરનાર અરવિંદ ત્રિવેદી નુ નિધન. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પ્રખ્યાત સિરિયલ રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું અવસાન થયું. આ પોસ્ટને 21 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 8 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.05.04-16_49_11.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પ્રખ્યાત સિરિયલ રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું અવસાન થયું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને રામાયણ સિરિયલમાં રાવણનું પાત્ર ભજવનાર અભિનેતા Arvind Trivedi દ્વારા 3 મે, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં અરવિંદ ત્રિવેદી દ્વારા એવું લખવામાં આવ્યું હતું કે, “પ્રિય સર્વજન, લંકેશ સંપૂર્ણપણે ઠીક અને સલામત છે. વિનંતી છે કે ખોટા સમાચારો ફેલાવવાનું બંધ કરો અને તેમના સકુશળ હોવાની માહિતી ફેલાવો. ધન્યવાદ.”

https://twitter.com/Arvind_Trivedi_/status/1256933509714841602

Archive

વધુમાં અમને અરવિંદ ત્રિવેદીના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદી દ્વારા પણ 3 મે, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેમના દ્વારા એવું લખવામાં આવ્યું હતું કે, “પ્રિય, મારા કાકા અરવિંદ ત્રિવેદી લંકેશ બરાબર અને સલામત છે. વિનંતી છે કે કૃપા કરીને ખોટા સમાચાર ફેલાવશો નહીં પરંતુ આ સમાચાર ફેલાવો. આભાર.

Archive

પોસ્ટમાં કરવામાં આવેલા અરવિંદ ત્રિવેદીનું નિધન થયું એ દાવાને ખોટો સાબિત કરતા અન્ય સમાચારો પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. divyabhaskar.co.in | chitralekha.com | gujaratimidday.com

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પ્રખ્યાત સિરિયલ રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું અવસાન થયું એ માહિતી તદ્દન ખોટી છે. અરવિંદ ત્રિવેદી દ્વારા પોતે ટ્વિટ કરીને આ સમાચાર ખોટા હોવાનું જણાવવામાં આવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પ્રખ્યાત સિરિયલ રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું અવસાન થયું એ માહિતી તદ્દન ખોટી છે. અરવિંદ ત્રિવેદી દ્વારા પોતે ટ્વિટ કરીને આ સમાચાર ખોટા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર રામાયણ સિરિયલમાં રાવણનું પાત્ર ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું અવસાન થયું…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False