મુળ ફોટોમાં કેરળની એક છોકરી રાહુલ ગાંધીને તેમનુ સ્કેચ રજૂ કરી રહી છે. જે તસવીર વર્ષ 2022ની “ભારત જોડો” યાત્રા દરમિયાન લેવામાં આવી હતી.

હાલમાં કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા કાઢવામાં આવી છે. જેનુ નેતૃત્વ રાહુલ ગાંધી કરી રહ્યા છે. આ વચ્ચે રાહુલ ગાંધીની એક ફોટો વાયરલ થઈ રહી છે, જેમાં એક છોકરી તેમને ફ્રેમ કરેલો ફોટો રજૂ કરતી જોવા મળે છે. આ ફોટામાં નરેન્દ્ર મોદીની તસવીર ભાજપના ચૂંટણી સ્લોગન “અબકી બાર 400 પાર” સાથે જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપાના ચૂંટણી સ્લોગન સાથેની તસ્વીર યુવતી દ્વારા રાહુલ ગાંધીને ભેટ કરવામાં આવી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 16 ફેબ્રુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાજપાના ચૂંટણી સ્લોગન સાથેની તસ્વીર યુવતી દ્વારા રાહુલ ગાંધીને ભેટ કરવામાં આવી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વાયરલ ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 22 સપ્ટેમ્બર 2022ના રોજ ઈન્ડિયા ટીવી દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ તસવીર કેરળની છે, જ્યારે રાહુલ ગાંધીના એક સમર્થકે તેમને તેમનો સ્કેચ રજૂ કર્યો હતો.”

તેમજ કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પણ અમને આ તસવીર પ્રાપ્ત થઈ હતી. જેને 22 સપ્ટેમ્બર 2022ના રોજ #BharatJodoYatra હેશટેગ સાથે શેર કરવામાં આવી હતી.
તેમજ વાયરલ તસ્વીર અને ઓરિજનલ ઈમેજ વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઓરિજનલ ફોટોને ડિજીટલી એડિટ કરવામાં આવી છે. મુળ ફોટોમાં કેરળની એક છોકરી રાહુલ ગાંધીને તેમનુ સ્કેચ રજૂ કરી રહી છે. જે તસવીર વર્ષ 2022ની “ભારત જોડો” યાત્રા દરમિયાન લેવામાં આવી હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:રાહુલ ગાંધીની એડિટેડ તસ્વીર ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Altered
