
Dharamvirsinh Rana નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “एडवोकेट सैय्यद रिजवान अहमद का तहेदिल से शुक्रिया। जिस बात को कहने से सभी राजनीतिक दल कोग्रेस की काली करतूतों को बताने से बचते रहे वह बात बहुत बेबाकी से कह गये। छद्म सेकुलरिज्म के मुंह पर करारा तमाचा है यह विडियो हर व्यक्ति ये देखे और इसमें शामिल हो सचाई के लिए बहुत ही जरुरी” શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતકો કે, “વિડિયોમાં ઈન્ટરવ્યુ આ પી રહેલી વ્યક્તિ એડવોકેટ સૈય્યદ રિઝવાન અહમદ છે.”

FACEBOOK | FB POST ACHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ત્યારબાદ અમે વિડિયોના નીચેના ભાગમાં PYARA HINDUSTAN લખેલુ જણાતા અમે તેને યુટ્યુબ પર શોધતા અમને આ PYARA HINDUSTAN નામની યુટ્યુબ ચેનલ પ્રાપ્ત થઈ હતી. જેમાં આ વિડિયો અમે શોધતા અમને 18 ડિસેમ્બર 2019ના આ વિડિયો “Jamia Millia Bollywood Citizenship Act, Public Opinion” શીર્ષક હેઠળ શેર કરવામાં આવ્યો હોવાનો જાણવા મળ્યુ હતુ. જે વિડિયો તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા જાણવા મળ્યુ હતુ કે, વિડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ શિવમ ત્યાગી છે. જે પોલીટીકલ એનાલિસ્ટ છે. જેમણે 20 ડિસેમ્બર 2019ના આ વિડિયો તેમના ફેસબુક પેજ પર અપલોડ કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આ પહેલા પણ શિવમ ત્યાગીનો વિડિયો કોંગ્રેસના ધારાસભ્ય અનીલ ઉપાધ્યાય હોવાના દાવા સાથે વાયરલ થયો હતો. જેની પડતાલ પણ ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતી દ્વારા કરવામાં આવી હતી.
આમ, ઉપરોક્ત પડતાલ પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં ઈન્ટરવ્યુ આપી રહેલી વ્યક્તિ એડવોક્ટ સૈય્યદ રિઝવાન અહમદ નહિં પરંતુ પોલિટિક્લ એનાલિસ્ટ શિવમ ત્યાગી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં ઈન્ટરવ્યુ આપી રહેલી વ્યક્તિ એડવોક્ટ સૈય્યદ રિઝવાન અહમદ નહિં પરંતુ પોલિટિક્લ એનાલિસ્ટ શિવમ ત્યાગી છે.

Title:રાજકીય વિશ્લેષક શિવમ ત્યાગીનો વિડિયો ફરી ખોટા નામ સાથે વાયરલ થઈ રહ્યો…
Fact Check By: Yogesh KariaResult: False
