શું ખરેખર આ વીડિયો CAA ના સમર્થનમાં RSS દ્વારા નીકાળવામાં આવેલી રેલીનો છે…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

‎‎‎‎ Swami Apaar Anand ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 26 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, RSS Forever.. In Support of CAA.. આને કહેવાય રેલી👆.. RSS હૈદરાબાદ.... આજની રેલી... હર હર મહાદેવ… #40_ML_NEAT. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો હૈદરાબાદ ખાતે CAA ના સમર્થનમાં RSS દ્વારા નીકાળવામાં આવેલી રેલીનો છે. આ પોસ્ટને 1600 થી વધુ લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 317 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 4800 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ વીડિયો રામલીલા મેદાન ખાતે CAA અને NRC ના સમર્થનમાં એકઠી થયેલી ભીડનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને InVID ટુલ્સની મદદથી સર્ચ કરતાં અમને ETV Andhra Pradesh દ્વારા 25 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાજ્ય કક્ષાની ત્રિવસીય સભાનું આયોજન હૈદરાબાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં RSS ના વડા મોહન ભાગવતે પણ હાજરી આપી હતી. આ પ્રસંગે RSS કાર્યકર્તાઓ દ્વારા વિશાળ પથ સંચલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને CAA  ના સમર્થન સાથે કોઈ જ સંબંધ નથી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને તમે નીચેના સમાચારમાં 0.35 મિનિટ પછી જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને Satya Bhanja નામની એક યુટ્યુબ ચેનલ દ્વારા પણ તેના ઓફિશિયલ એકાઉન્ટ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, હૈદરાબાદ ખાતે RSS દ્વારા વિશાળ પથ સંચલન યોજવામાં આવ્યું. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો. 

Archive

હૈદરાબાદ ખાતે RSS દ્વારા યોજાયેલા ત્રિદિવસીય કાર્યક્રમને લગતા અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જેમાં પણ આ કાર્યક્રમ CAA ના સમર્થન માટે યોજવામાં આવ્યો છે એવી કોઈ જ માહિતી આપવામાં આવી નહતી. જે તમે અહીં જોઈ શકો છો. V6 News Telugu | Archive | Siasat Daily | Archive

ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે હૈદરાબાદના બરકતપુરા ખાતે RSS ના પ્રચાર પ્રમુખ નવીન સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, હૈદરાબાદ ખાતે નીકાળવામાં આવેલી આ રેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ત્રિદિવસીય કાર્યક્રમનો જ એક ભાગ હતી. RSS દ્વારા CAA અને NRC ને સમર્થન તો કરવામાં આવે જ છે પરંતુ આ રેલી તેના સમર્થન માટે નીકાળવામાં આવી હોવાની માહિતી ખોટી છે. આ રેલી RSS ના કાર્યકર્તાઓની શિસ્ત અને તેમની દ્રઢતાના પ્રદર્શન માટે યોજવામાં આવે છે જેને પથ સંચલન તરીકે ઓળખવામાં આવે છે.

ત્યાર પછી અમે આ ઘટનાની વધુ જાણકારી માટે હૈદરાબાદના કમિશનર અંજનીકુમાર નો સંપર્ક કર્યો હતો. તેઓએ અમને જણાવ્યું હતું કે, આ રેલી જે વિસ્તારોમાં થઈ હતી એ હૈદરાબાદના ક્ષેત્રના અધિકારમાં નથી આવતા. આ રેલી રચકોંડા ક્ષેત્રના અધિકારમાં નીકાળવામાં આવી હતી. હૈદરાબાદમાં કોઈ પણ પ્રકારના પ્રદર્શનને મંજૂરી આપવામાં નથી આવી. આ મામલે હૈદરાબાદ શહેર પોલીસના સત્તાવાર ટ્વિટર પર નોટિસ પણ મૂકવામાં આવી છે.  

આ ઘટના અંગે જ્યારે અમે એલ.બી.નગર જોનના DCP સુન્પ્રિતસિંઘ IPS નો સંપર્ક કરીને આ અંગે વાત કરી તો તેઓએ અમને જણાવ્યું હતું કે, “RSS ની આ એક વાર્ષિક શિબિર હતી. આ શિબિર માટે સત્તાવાર રીતે અનુમતિ પણ લેવામાં આવી હતી. પરંતુ આ સંપૂર્ણ રેલીમાં ક્યાંય પણ CAA અને NRC ને લઈને કોઈ પણ પ્રકારનું પ્રદર્શન કરવામાં આવ્યું ન હતું. આ વીડિયોમાં દેખાતી રેલી 25 ડિસેમ્બર, 2019 ના રોજ આયોજીત કરવામાં આવી હતી. આ શિબિર 3 દિવસની હતી. અમે અમરા સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પણ આ રેલી માટે જે સ્થળ કે રૂટ નક્કી કરવામાં આવ્યા હતા એ તમામ માહિતી આપી હતી.  જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આ ટ્વિટમાં આપેલી માહિતી અનુસાર, આ રેલી મંસૂરાબાદથી શરૂ થઈ હસ્તિનાપુરમ થઈ વનાસ્થલિપુરમ અને પછી એલ.બી.નગર ચાર રસ્તા પરથી સરુરનગર સ્ટેડિયમ પહોંચી હતી.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવોલો વીડિયો RSS દ્વારા CAA ના સમર્થન માટેની રેલીનો નહીં પરંતુ રચકોંડા ક્ષેત્ર વિસ્તારમાં યોજાયેલા RSS ના ત્રિદિવસીય કાર્યક્રમના ભાગરૂપે નીકાળવામાં આવેલા પથ સંચલનનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો RSS દ્વારા CAA ના સમર્થન માટેની રેલીનો નહીં પરંતુ રચકોંડા ક્ષેત્ર વિસ્તારમાં યોજાયેલા RSS ના ત્રિદિવસીય કાર્યક્રમના ભાગરૂપે નીકાળવામાં આવેલા પથ સંચલનનો છે. જેને CAA ના સમર્થન સાથે કોઈ જ સંબંધ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર આ વીડિયો CAA ના સમર્થનમાં RSS દ્વારા નીકાળવામાં આવેલી રેલીનો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False