શું ખરેખર જો બાઈડન દ્વારા ક્વાડ સમિટમાં પીએમ મોદીની અવગણના કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ સમિટ 2022 માટે જાપાન ગયા હતા. આ દરમિયાન સોશિયલ મિડિયા પર એક વિડિયો ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. તેમાં તમે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને પીએમ મોદીને જોઈ શકો છો. આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અવગણના કરવામાં આવી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો અધૂરો છે. ઓરિજિનલ વિડિયોમાં તમે આગળ જોઈ શકો છો કે વડાપ્રધાન મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ એકસાથે વાત કરી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

वतन ए आजादी आजादी નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 મે 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અવગણના કરવામાં આવી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

આ વીડિયોની સત્યતા જાણવા માટે અમે ફેસબુક પર કીવર્ડ સર્ચ કર્યું. અમને 24 મેના રોજ ઈકોનોમિક ટાઈમ્સ પેજ પર શેર કરવામાં આવેલો તે જ વિડિયો મળ્યો. તમે નીચે આ વિડિયો જોઈ શકો છો.

આમાં તમે જોઈ શકો છો કે થોડા સમય માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સાથે વાત કરવામાં આવી રહી છે., પછી બંને નેતાઓ અને વડા પ્રધાન મોદી કોઈ વાત પર હસી પડ્યા. આ પછી ત્રણેયે થોડી વાર વાત કરી અને પછી જો બાઈડન અને પીએમ મોદીએ હાથ મિલાવ્યો અને એકબીજાને શુભેચ્છા પાઠવી. જે બાદ તમામ નેતાઓ પોતપોતાની જગ્યાએ ઉભા થઈ ગયા હતા.

તમે નીચેની સરખામણી વિડિયોમાં બે વિડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

ક્વાડ સમિટ શું છે?

ક્વાડમાં ભારત, જાપાન, યુએસ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રશાંત મહાસાગર ક્ષેત્રનો વિકાસ કરવાનો છે. આ વર્ષે ક્વાડ સમિટ 24 મેના રોજ જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો અધૂરો છે. ઓરિજિનલ વિડિયોમાં તમે આગળ જોઈ શકો છો કે વડાપ્રધાન મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ એકસાથે વાત કરી રહ્યા છે.

Avatar

Title:શું ખરેખર જો બાઈડન દ્વારા ક્વાડ સમિટમાં પીએમ મોદીની અવગણના કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: Missing Context

Leave a Reply