પ્રયાગરાજમાં રંગવામાં આવેલી દિવાલના ફોટો અયોધ્યાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Mahesh Bhai Jariwala નામના ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, શ્રી રામ નગરી અયોધ્યા ની સજાવટ જયશ્રીરામ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો અયોધ્યામાં કરવામાં આવેલી સજાવટના છે. આ પોસ્ટને 59 લોકોએ લાઈક કરી હતી. 2 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.07.27-20_07_21.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો અયોધ્યામાં કરવામાં આવેલી સજાવટના છે કે કેમ? એ જાણવા માટે અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને પોસ્ટમાં મૂકવામાં આવેલા તમામ ફોટોને સર્ચ કરતાં અમને નીચેની માહિતી પ્રાપ્ત થઈ હતી. 

પ્રથમ ફોટો –

113688391_2543187852659153_4927074418014994647_n.jpg

પોસ્ટમાં મૂકવામાં આવેલા ઉપરોક્ત ફોટોને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને deccanherald.com દ્વારા પ્રસારિત કરવામાં આવેલા આજ ફોટો સાથેના એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, દિવાલ પર કરવામાં આવેલા નંદીના ફોટો પર પણ FIR કરવામાં આવી છે. વધુમાં એવું જણાવાયું છે કે, કેટલાક લોકોને બ્યુટીફિકેશન પસંદ નથી.

screenshot-www.deccanherald.com-2020.07.27-20_28_34.png

Archive

બીજો ફોટો –

112498473_2543187882659150_742423457961916385_n.jpg

પોસ્ટમાં મૂકવામાં આવેલા ઉપરોક્ત ફોટોને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને nationalheraldindia.com દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ આજ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, પ્રયાગરાજ ખાતે મંત્રી દ્વારા મકાનોની દિવાલો તેમજ શેરીઓમાં લોકોની જાણ વગર ભગવા રંગનો ઉપયોગ કરીને ચિત્રો દોરવામાં આવતાં FIR કરવામાં આવી છે. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.nationalheraldindia.com-2020.07.27-20_37_33.png

Archive

ત્રીજો ફોટો –

112720106_2543187929325812_8962023312558087927_n.jpg

પોસ્ટમાં મૂકવામાં આવેલા ઉપરોક્ત ફોટોને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને deccanherald.com દ્વારા આજ ફોટો પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની નીચે એવું લખવામાં આવ્યું હતું કે, ઉદ્યોગપતિએ આરોપ લગાવ્યો કે નાગરિકની બંધારણીય સલામતીમાં કોઈ ચેડા ન થવા જોઈએ.

screenshot-www.deccanherald.com-2020.07.27-20_46_21.png

Archive

ચોથો ફોટો –

111090195_2543187962659142_5208666441225800975_n.jpg

પોસ્ટમાં મૂકવામાં આવેલા ઉપરોક્ત ફોટોને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને economictimes.indiatimes.com દ્વારા 20 ડિસેમ્બર, 2018 ના રોજ આજ ફોટો સાથે પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 15 જાન્યુઆરી, 2019 થી 4 માર્ચ, 2019 સુધી ચાલનારા કુંભના મેળા માટે પ્રયાગરાજના શાસ્ત્રી પુલના પિલ્લર પર કલાકાર ચિત્ર બનાવી રહ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-economictimes.indiatimes.com-2020.07.27-20_55_24.png

Archive

અમારી વધુ તપાસમાં અમને ANI દ્વારા પણ 13 જુલાઈ, 2020 ના રોજ કરવામાં આવેલી ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ પોસ્ટમાં મૂકવામાં આવેલા કેટલાક ફોટો તમે જોઈ શકો છો. તેમાં પણ એવી માહિતી આપવામાં આવી છે કે, ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના કેબિનેટ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા દ્વારા તેમના ઘરના આસપાસના તમામ ઘરોને લોકોને જાણ કર્યા વિના ભગવા રંગ અને ચિત્રોથી સજ્જ કરી દેવાતાં કેટલાક લોકો દ્વારા તમના વિરુદ્ધ FIR કરવામાં આવી છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો રામનગરી અયોધ્યાના નહીં પરંતુ પ્રયાગરાજના છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો રામનગરી અયોધ્યાના નહીં પરંતુ પ્રયાગરાજના છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:પ્રયાગરાજમાં રંગવામાં આવેલી દિવાલના ફોટો અયોધ્યાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False