શું ખરેખર પુનાના મહાલક્ષ્મી મંદિરના માતાજીનો આ ફોટો છે....?જાણો શું છે સત્ય...
Julee Patel નામના ફેસબુક યુઝર દ્વારા AAPANU DAKOR નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પુના ના શ્રી મહાલક્ષ્મી માતાજી દર્શન... સોનાની પંદર કરોડની સાડીનો શ્રૃંગાર..।। ઓમ શ્રી શ્રીયે નમ: ।।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 978 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 154 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યો હતા. તેમજ 143 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહારાષ્ટ્રના પુનાના મહાલક્ષ્મી માતાજીના મંદિરનો આ ફોટો છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને વર્ષ 2018નો નવભારત ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ફોટો કોલ્હાપુરના અંબબાઈ માતાજીનો ફોટો છે. દર વર્ષે અંબાબાઈ માતાજીને જે તિરૂમાલા વેંકટેશ્વર મંદિર સાડી મોકલવા આવતી હોય છે. અને દશેરાના પહેરવામાં આવે છે. પરંતુ આ વર્ષે સાડી નહિં પહેરાવાય તેના બદલે મહાવસ્ત્ર પહેરાવવામાં આવશે.”
તેમજ મહારાષ્ટ્ર ટાઈમ્સનો 7 એપ્રિલ 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “કોરોનાને કારણે કોલ્હાપુરના મંદિરના 5 કરોડથી વધૂ લોકોએ ઓનલાઈન દર્શન કર્યા હતા.”
ત્યારબાદ અમારી પડતાલને મજબૂત કરવા અમે ગૂગલ પર જઈ સર્ચ કરતા અમને મહાલક્ષ્મી મંદિર કોલ્હાપુર અને મહાલક્ષ્મી મંદિર પુનાની બંને મંદિરની વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. જેમાં માતાજીના મુકવામાં આવેલા ફોટા પરથી સ્પષ્ટ થાય છે કે, આ ફોટો મહાલક્ષ્મી મંદિર પુનાનો નથી.
તેમજ અમે પુનાની મહાલક્ષ્મી મંદિરની વેબસાઈટ પર આપવામાં આવેલા નંબર પર સંપર્ક સાધ્યો હતો. તેમણે પણ આ વાતની પુષ્ટી કરી હતી કે, આ ફોટો મહાલક્ષ્મી મંદિર પુનાનો નથી.
પરિણામ
આમ. અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો મહાલક્ષ્મી માતાજીનો તો જ છે પરંતુ મહાલક્ષ્મી મંદિર પુનાનો નહિં પરંતુ મહાલક્ષ્મી મંદિર કોલ્હાપુરનો છે.
Title:શું ખરેખર પુનાના મહાલક્ષ્મી મંદિરના માતાજીનો આ ફોટો છે....?જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: Partly False