
હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સર્કલ અને મોટા-મોટા રોડ જોઈ શકાય છે અને એક ઓવરબ્રિજ પર બીજો ઓવરબ્રિજ પણ જોઈ શકાય છે અને ટ્રાફિર પણ જોઈ શકાય છે.આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદ નજીકના વૈષ્ણવદેવી સર્કલનો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદ નજીકના વૈષ્ણવદેવી સર્કલનો નથી. આ ફોટો યુક્રેનની રાજધાની શુલિયાસ્કામાં કિવ નિર્માણાધિન પુલનો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Narendrasinh Vaghela નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ઓગસ્ટ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદ નજીકના વૈષ્ણવદેવી સર્કલનો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને યુક્રેનની વેબસાઈટ ukrrudprom.com દ્વારા આ ફોટોને પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “યુક્રેનની રાજધાની શુલિયાસ્કામાં કિવમાં નવું જંકશન બનાવવામાં આવશે.“
જો કે, આ પ્રોજેક્ટને નકારી કાઢવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટની ડિઝાઈન કરનાર વિક્ટર પેટુક દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી. તેમજ પ્રોજેક્ટની અન્ય ડિઝાઈનના ફોટો પણ શેર કરવામાં આવ્યા હતા. જે તમે નીચેની લિંક પર ક્લિક જોઈ શકો છો.
112.International પર 19 માર્ચ, 2019 ના રોજ પ્રકાશિત થયેલા આર્ટિકલ અનુસાર, કિવમાં શુલિયાવસ્કા પુલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે.
તેમજ અમે ગાંધીનગર સ્થિત વાહનવ્યવહાર વિભાગના કમિશ્નરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ અમદાવાદ નજીક અને ગાંધીનગર પાસે આવેલા વૈષ્ણવદેવી સર્કલનો ફોટો કે ડિઝાઈન નથી. આ તદ્દન ખોટી વાત છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદ નજીકના વૈષ્ણવદેવી સર્કલનો નથી. આ ફોટો યુક્રેનની રાજધાની શુલિયાસ્કામાં કિવ નિર્માણાધિન પુલનો છે.

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદ નજીકના વૈષ્ણવદેવી સર્કલનો છે…?
Fact Check By: Yogesh KariaResult: False
