
Sanjay Thakor નામના ફેસબુક યુઝર દ્વારા 16 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સલમા બનીને જામીયા દિલ્લી માં તોડફોડ કરાવનારો અંદરથી સલીમ નિકળ્યો😂😂. આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો દિલ્હીની જામિયા મિલીયા યુનિવર્સિટી ખાતે તાજેતરમાં થયેલી હિંસાનો પ્રદર્શનકારી છે. આ પોસ્ટને 58 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 2 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં દિલ્હીની જામિયા મિલીયા યુનિવર્સિટી ખાતે તોડફોડ કરનાર પ્રદર્શનકારીનો છે કે કેમ? એ ચકાસવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજ તેમજ યાન્ડેક્ષ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને The Seventh Day નામની વેબસાઈટ દ્વારા 25 ઓગષ્ટ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં આ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ફોટોમાં દેખાતો વ્યક્તિ બાળકોનો અપહરણકર્તા છે. આ ઘટના વર્ષ 2017 માં ઈજિપ્તમાં બની હતી. જેમાં આ અપહરણકર્તા મહિલાના કપડાં ધારણ કરીને બાળકોનું અપહરણ કરતાં પકડાઈ ગયો હતો. વધુમાં અમને આ સમાચારને લગતી ઘણા બધા રિપોર્ટ પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કાહિરામાં આયોજિત એક સભામાં બાળકોનું અપહરણ કરવા માટે બુરખો પહેરીને ગયેલા આ વ્યક્તિના હાવભાવ પર શંકા જતાં નોર્થ 90 સ્ટ્રીટ પર એક મોલના ગેટ નંબર 8 પર કૈરો ફેસ્ટિવલ સિટીના રહેવાસીઓ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. ત્યાર પછી તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને The Seventh Day ના જ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પણ આ ફોટોને ઉપરોક્ત માહિતી સાથે શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને sharkiatoday.com દ્વારા પણ 25 ઓગષ્ટ, 2019 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એક સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં પણ એવી માહિતી પવામાં આવી હતી કે, સભામાં બાળકોનું અપહરણ કરવા માટે એક યુવક મહિલાનો વેશ ધારણ કરીને પહોંચ્યો હતો પરંતુ સ્થાનિક લોકો દ્વારા તેને પકડીને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. આ ઘટના કાહિરામાં બની હતી. આ એક અરબી સમાચારનો અનુવાદ છે. જે સમાચાર તમે અહીં જોઈ શકો છો. sharkiatoday.com | Archive
ત્યાર બાદ અમને આ ફોટોને લગતા અન્ય સમાચારો પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ahlmasrnews.com | Archive | akhbarak | Archive
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ઈજિપ્તના એક બાળક અપહરણકર્તાનો છે. જે ઘટના વર્ષ 2017 માં બની હતી. આ ફોટોને દિલ્હી ખાતે જામિયા મિલીયા યુનિવર્સિટીમાં થયેલી હિંસા સાથે કોઈ જ સંબંધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ઈજિપ્તના એક બાળક અપહરણકર્તાનો છે. જે ઘટના વર્ષ 2017 માં બની હતી. આ ફોટોને દિલ્હી ખાતે જામિયા મિલીયા યુનિવર્સિટીમાં થયેલી હિંસા સાથે કોઈ જ સંબંધ નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર ફોટોમાં દેખાતો યુવક તાજેતરમાં દિલ્હી ખાતે જામિયા મિલીયા યુનિવર્સિટી ખાતે થયેલી હિંસાનો પ્રદર્શનકારી છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
